ખેરાલુઃ ખેડૂત ઉપર હડકાયા ભૂંડે હુમલો કરી શરીરે બચકાં ભરતા કરૂણ મોત
Kheralu

અટલ સમાચાર, ડેસ્ક

ખેરાલુ તાલુકાના વિઠોડામાં સોમવારે સાંજે ખેતરમાં કામ કરી રહેલા એક વૃદ્ધ ખેડૂત ઉપર હડકાયા ભૂંડે હુમલો કરી શરીરે બચકાં ભરી માટીમાં રગદોળતાં મોત થયું હતું. આ ઘટનાને લઇ ખેડૂતોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો છે. ખેરાલુ તાલુકાના વિઠોડામાં રહેતા 68 વર્ષ‍િય ચેલાભાઇ અવચળભાઇ ચૌધરી નામના ખેડૂત સોમવારની સાંજે ચારેક વાગે ખેતરમાં ગયા હતા. તેઓ ઢોર બાંધવાની જગ્યાએ કામ કરી રહ્યાં હતા. ત્યારે અચાનક એક હડકાયા ભૂંડે તેમના પર હુમલો કરતાં ખેડુત ભૂંડનો સામનો કરી શક્યા નહોંતા ભૂંડે તેમને નીચે પાડી દઇ શરીરે હાથ પગ અને કાન સહિત ગુપ્ત ભાગે બચકાં ભરી માટીમાં રગદોળતાં ખેડૂતનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

  અટલ સમારા ચાર તમામોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો 

જોકે પરિવારજનો તેમને સારવાર અર્થે ખેરાલુ સિવિલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. તો બીજી તરફ ભૂંડે હુમલો કરી વૃદ્ધ ખેડુતનો જીવ લીધો હોવાની વાતો વહેતી થતાં ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતોમાં ભારે ફફડાટ પ્રસર્યો છે.