નિર્ણય@મહેસાણા: ચૂંટણી પહેલા પોલીસબેડામાં મોટા ફેરફાર, 2 PIની ભાવનગર-અમદાવાદ બદલી

અટલ સમાચાર, મહેસાણા
વિધાનસભા ચૂંટણીની સિઝન આવતા પહેલા ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીની મોસમ જામી છે. ત્યારે એકી સાથે 113 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. જેમાં મહેસાણામાં 2 પીઆઇની બદલી કરી અમદાવાદ અને ભાવનગર મૂકવામાં આવ્યા છે. આ સાથે વડોદરા અને અમદાવાદના પીઆઇની મહેસાણામાં બદલી કરવામાં આવી છે.
રાજ્યના DGP આશિષ ભાટિયાએ જાહેરહિતમાં ગઇકાલે બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપ્યા હતા. જેમાં PI બી.એમ.પટેલની મહેસાણાથી અમદાવાદ શહેર અને PI એ.એમ.વાળાની મહેસાણાથી ભાવનગર ખાતે બદલી થઈ છે. આ સાથે વડોદરાથી PI વી.આર.વાણિયાની મહેસાણા અને અમદાવાદ શહેરથી PI વાય.આર.વાઘેલાની મહેસાણામાં બદલી થઈ છે.
અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી ક્લિક કરો
સૂત્રોએ જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીની સિઝન આવતા પહેલા ગુજરાતના પોલીસ વિભાગમાં બદલીની મોસમ જામી છે. ત્યારે એકી સાથે 113 બિન હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની બદલીના આદેશ આપવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે જેના આચાર સંહિતાના અમલ પહેલા બદલી કરી આવશ્યક છે. બદલી કરવામાં આવેલા 113 પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છૂટા થઈ બદલી થયેલી જગ્યાએ હાજર થવા નિર્દેશ કરવામાં આવ્યો છે.