મહેસાણાઃ 11 તબીબી અધિકારીઓ આજે બદલીની જગ્યા પર ચાર્જ સંભાળશે
drrr

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તાજેતરમાં વર્ગ 2ના તબીબી અધિકારીઓની બદલીના હુકમ જાહેર હિતાર્થે કરવામાં આવ્યા હતા. જેમાં મહેસાણા જિલ્લાના વર્ગ 2ના 11 તબીબી અધિકારીઓની બદલીના હુકમનો પણ સમાવેશ થયો હતો. આ 11 અધિકારીઓ દ્વારા આજે બદલીની જગ્યા પર ચાર્જ સંભાળશે. ઘણા સમયથી તબીબ અધિકારીઓ બદલીની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા બદલીઓ કરાતા કર્મચારીઓની બદલીની આતુરતાનો અંત આવ્યો હતો

રાજ્યના જાહેર આરોગ્ય વર્ગ 2 માં ફરજ બજાવતા તબીબી અધિકારી વર્ગ 2ની જાહેર હિતાર્થ બદલીના હુકમ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ગત સપ્તાહે કરવામાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં ત્રણ વર્ષથી વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 11 વર્ગ 2ના તબીબી અધિકારીઓના પણ બદલીના આદેશ કરાયા હતા

જિલ્લામાં સ્વવિનંતીથી બદલી માંગી હોય તેવા 5 તબીબી અધિકારીઓ પણ બદલી કરવામાં કરાઈ હતી. આ પાંચ પૈકી ત્રણની ગાંધીનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. બદલી પામેલા તમામ તબીબ અધિકારીઓ આજે બદલીની જગ્યા પર ચાર્જ સંભાળી લેવા આરોગ્ય વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.ત્યારે જિલ્લામાં બદલી પામેલા તબીબ અધિકારીઓ દ્વારા આજે ચાર્જ સંભાળશે.