મહેસાણાઃ 84 કડવા પાટીદાર સમાજ પ્રેમલગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનવવા લડત કરશે

આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવા માગ કરી ચૂક્યું છે. હવે 84 કડવા પાટીદાર સમાજ આ મામલે સરકાર સમક્ષ રજુઆત કરશે.
 
marrige

અટલ સમાચાર, ડેસ્ક

સમાજમાં પ્રેમ લગ્ન લગ્નના બનાવો વધુ બનાવાથી હવે પાટીદાર સમાજ વિરોધ કરવા જઇ રહ્યો છે. મહેસાણાનો 84 કડવા પાટીદાર સમાજ પ્રેમ લગ્ન કરતી દીકરીઓ માટે કાયદો બનવવા લડત કરશે. 84 કડવા પાટીદાર સમાજની કારોબારી બેઠકમાં નિર્ણય લેવાયો. દીકરી ભાગી જાય ત્યારે લગ્ન નોંધણી વખતે માતા પિતાની સહી ફરજિયાત બનાવવા સરકારમાં રજુઆત કરશે અને જો દીકરી માતા પિતાના સહીની સંમતિ ન આપે તો તેનું મિલકતમાંથી આપો આપ નામ નીકળી જાય તે પ્રકારનો કાયદો બનાવવા રજુઆત કરશે.

 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

આ અગાઉ એસપીજી દ્વારા પણ લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવા માગ કરી ચૂક્યું છે. હવે 84 કડવા પાટીદાર સમાજ આ મામલે સરકાર સમક્ષ રજુઆત કરશે.