મહેસાણાઃ આ કારણે આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખની પોલીસે ધરપકડ કરી

ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. વીજળીના મુદ્દે અમદાવાદમાં કાર્યક્રમ યોજાવાનો છે. નોંધનિય છે કે, ગુજરાત પહેલા શિક્ષણના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીને લઈને મેદાનમાં ઉતરશે.
 
aap

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા આમ આદમી પાર્ટીના જીલ્લા પ્રમુખની પોલીસે ધરપકડ કરી છે. જિલ્લા પ્રમુખ ભગત પટેલની પોલીસે ધરપકડ કરી છે. ત્રિરંગા યાત્રા પહેલા બેનર લગાવા મુદ્દે  મનીષ બ્રહ્મભટ્ટને ધમકી આપવાં અને માર મારવા મુદ્દે ફરિયાદ નોધાઇ હતી, જે કેસમાં ભગત પટેલની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે. આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખની ધરપકડથી રાજકારણ ગરમાયું છે. 

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

જરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દરેક રાજકીય પાર્ટીઓએ પ્રચાર પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. એક બાદ એક મોટા નેતાઓ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ગુજરાતમાં ત્રિપાંખીયો જંગ જોવા મળશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત કરવા દિલ્હીના સીએમ અને આપના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાત આવશે. 26મી જૂનના રોજ કેજરીવાલ ગુજરાત આવશે અને ટાઉનહોલ કાર્યક્રમમાં હાજરી આપશે. વીજળીના મુદ્દે અમદાવાદમાં કાર્યક્રમ યોજાવાનો છે. નોંધનિય છે કે, ગુજરાત પહેલા શિક્ષણના મુદ્દે સવાલો ઉઠાવ્યા બાદ હવે આમ આદમી પાર્ટી વીજળીને લઈને મેદાનમાં ઉતરશે.

 
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. થોડા દિવસો પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. ભરતસિંહના પત્ની રેશ્મા પટેલ આણંદ વિદ્યાનગર રોડ સ્થિત આશ્રય બંગલો પર પહોંચ્યા હતા જ્યાં ભરતસિંહ અન્ય યુવતિ સાથે જોવા મળ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ત્યાં હાજર લોકોએ બનાવ્યો હતો જે ખુબ વાયરલ થયો હતો. જે બાદ તેમણે પ્રેસ કોન્ફન્સમાં આ મુદ્દે સ્પષ્ટતા કરી હતી અને તેમના જીવને જોખમ હોવાનું જણાવ્યું હતું. જે બાદ ગૃહ વિભાગના નિર્દેશ અનુસાર ભરત સોલંકીને સુરક્ષા આપવામાં આવી હતી. આણંદ પોલીસે એક કમાન્ડોની સુરક્ષા આપી હતી.