મહેસાણાઃ અરવિંદ કેજરીવાલે હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ સાથે ભવ્ય તિરંગા યાત્રા યોજી
aam aadmi

અટલ સમાચાર, ડોટ કોમ

વર્ષના અંતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપની સાથે આમ આદમી પાર્ટીએ પણ કમર કસી છે. આપ દ્વારા હવે ઉત્તર ગુજરાત પર નજર દોડાવવામાં આવી છે. ભાજપના ગઢ ગણાતા મહેસાણામાં આજે આપના સંયોજક અરવિંદ કેજરીવાલે તિરંગા યાત્રા યોજી હતી. જેમાં હજારોની સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા. તિરંગા યાત્રા બાદ યોજેલી સભામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલને પડકાર ફેંકતા કહ્યું હતું કે, પાટીલમાં હિંમત હોય તો તેના મોઢે મારું નામ લઈ બતાવે'

મહેસાણામાં તિરંગા યાત્રા યોજવા માટે સાંજે અરવિંદ કેજરીવાલ આવી પહોંચ્યા હતા. કેજરીવાલની હાજરીમાં આપ દ્વારા સિવિલ હોસ્પિટલથી લઈ તોરણવાડી ચોક સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. યાત્રામાં મોટી સંખ્યામાં આપના કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા.કેજરીવાલે કાર્યકર્તાઓ અને મહેસાણાવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું.

 
મહેસાણાની સભામાં જાહેર મંચ પરથી કેજરીવાલે કહ્યું હતું કે, હજી પાટીલ મારું નામ નથી લઈ રહ્યા. જો પાટીલમાં હિંમત હોય તો જાહેરમાં મારું નામ લઈ બતાવે.1990થી મહેસાણા વિધાનસભા બેઠક ભાજપના કબજામાં મહેસાણા વિધાનસભાને ભાજપનો ગઢ ગણવામાં આવે છે. અહીં 1990થી ભાજપ સતત જીત મેળવતો આવ્યો છે. ત્યારે કેજરીવાલે ભાજપના ગઢમાં આવીને જ આપના પ્રચારની કમાન સંભાળી છે.