બ્રેકિંગ@મહેસાણા: દૂધસાગર ડેરીની પશુપાલકોને દિવાળીની ભેટ, દૂધના ખરીદ ભાવ કર્યો ફરી મોટો વધારો

 
Dudhsagar dairy

અટલ સમાચાર, મહેસાણા

મહેસાણાની દૂધ સાગર ડેરીમાં અશોકભાઈ ચૌધરી ચેરમેન પદે બિરાજમાન થયા બાદ વહીવટીમંડળ દ્વારા અનેક સરાહનિય નિર્ણયો કરવામાં આવ્યા છે. આજે દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને દિવાળીની મોટી ભેટ આપવામાં આવી છે . દૂધ સાગર ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. હવે પશુપાલકોને 730ના બદલે રૂ.740 ચૂકવાશે. આ નિર્ણયથી પ્રતિ કિલો ફેટ 10 રૂપિયા વધુ મળશે. 

દૂધ સાગર ડેરીમાં દરરોજ લાખો લિટર દૂધની આવક નોંધાય છે. જેનો વિવિધ પ્રોડ્કટ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે સતત દૂધની માંગ અને વપરાશ વચ્ચે દૂધ સાગર ડેરીએ પશુપાલકોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પહેલા દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 730 રૂપિયાને બદલે 21 ઓક્ટોબરથી 10 રૂપિયાનો વધારો કરીને 740 રૂપિયા પ્રતિ કિલો ફેટે વધારો આપવામાં આવશે. આ જાહેરાત બાદ પશુપાલકો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. દૂધ સાગર ડેરીના આ નિર્ણયથી 6 લાખ 50 હજાર પશુપાલકોને ફાયદો થશે.