મહેસાણાઃ દૂધસાગર ડેરીએ દૂધના ભાવમાં કિલો ફેટે રૂં.10નો વધારો કર્યો, 6.50 લાખ પશુપાલકોને લાભ થશે

6.50 લાખ પશુપાલકોને તેનો લાભ મળશે. દૂધના પ્રતિ કિલો ફેટ રૂ.10ના ભાવ વધારાથી પશુપાલકોને મહિને રૂ.5 કરોડનો ભાવવધારો મળશે. નોંધનીય છે કે, એક વર્ષમાં દૂધના પ્રતિ કિલો ફેટમાં કુલ 60નો વધારો થયો છે.
 
ડેરી

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા દૂધસાગર ડેરી દ્વારા પશુપાલકોને અપાતા દૂધના પ્રતિ કિલો ફેટના રૂ.700ના ભાવમાં રૂ.10નો વધારો કરાયો છે. આગામી તા.21 મેથી પશુપાલકોને રૂ.710 ચૂકવાશે. મહેસાણા, પાટણ અને ગાંધીનગર જિલ્લાની 1350 દૂધ મંડળીઓ સાથે સંકળાયેલા 6.50 લાખ પશુપાલકોને તેનો લાભ મળશે. દૂધના પ્રતિ કિલો ફેટ રૂ.10ના ભાવ વધારાથી પશુપાલકોને મહિને રૂ.5 કરોડનો ભાવવધારો મળશે. નોંધનીય છે કે, એક વર્ષમાં દૂધના પ્રતિ કિલો ફેટમાં કુલ 60નો વધારો થયો છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરીએ કહ્યું કે, આગામી 21 મીથી પશુપાલકો માટે પ્રતિ કિલો ફેટ દૂધમાં રૂ.700માં રૂ.10નો વધારો કરી રૂ.710 કરવાનો નિર્ણય લેવાયો છે. દૂધના ઇતિહાસમાં પ્રતિ કિલો ફેટ આ સૌથી વધુ ભાવ થયો છે. એક વર્ષ પહેલાં પ્રતિ કિલો ફેટે રૂ.650 હતા, જેમાં અત્યાર સુધી રૂ.60નો વધારો કરી રૂ.710 ભાવ કરાયો છે.

નોંધનીય છે કે, ગત માર્ચ મહિનામાં દૂધના પ્રતિ કિલો ફેટના રૂ.680ના ભાવમાં રૂ.20નો વધારો કરી રૂ.700 કરાયો હતો. જેના બે મહિના બાદ દૂધના ભાવમાં રૂ.10નો વધારો કરાતાં પશુપાલકોમાં આનંદ છવાયો છે. ગુજરાતમાં અન્ય ડેરીઓના પશુઆહારની તુલનાએ પશુપાલકોને સાગરદાણ સસ્તા ભાવે મળી રહ્યું છે.