મહેસાણાઃ પરિવારને 1.5 કરોડ રૂપિયામાં અમેરિકા જવું ભારે પડ્યું, એજન્ટોએ મેક્સિકોમાંબંધક બનાવી માર માર્યો
અમેરિકા

અટલ સમાચાર, ડેસ્ક


ઘણા એવા એજન્ટો છે જે અમેરિકા લઇ જવાના બદલે બીજે ક્યાક લઇ જઇને તેમને ગોંધી રાખે છે અને પૈસા પણ પડાવે છે. તેવો જ એક બનાવ, મહેસાણાના પરિવારને ગેરકાયદેસર અમેરિકા જવું ભારે પડ્યું છે. એજન્ટો મારફતે 1.5 કરોડ રૂપિયામાં સોદો કરીને આ પરિવાર જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં સાલડીથી નીકળ્યો હતો. જોકે, આ પરિવારને મેક્સિકોમાં બંધક બનાવી દેવામાં આવ્યો છે. વિદેશના સપના સજાવીને મહેસાણાના સાલડીથી નીકળેલો પરિવાર અધવચ્ચે જ ફસાઇ ગયો છે. 

અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
 
સુત્રોએ જણાવ્યુ હતુ કે, મહેસાણાનો પ્રિયાંકએ 1.5 કરોડ રૂપિયામાં અમેરિકા જવાનો સોદો નક્કી કર્યો હતો, જેણે એક કરોડ રૂપિયા એજન્ટોને એડવાન્સ આપ્યા હતા. જ્યારે બાકીના રૂપિયા પહોંચીને આપવાના હતા. જોકે, અમેરિકા પહોંચે તે પહેલાં જ એજન્ટોએ મેક્સિકોમાં પરિવારને બંધક બનાવી દીધો છે. જ્યાં પરિવારને ખુબ માર મારવામાં આવ્યો હતો અને બાકીના પૈસા ચૂકવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું.  પ્રિયાંકનો પરિવાર અમેરિકા પહોંચે તે પહેલા મેક્સિકોમાં બંધક બનાવ્યો હતો. જ્યાં તેને ખુબ માર મારતાં બ્રેઈન સ્ટ્રોક આવતા તેને મેક્સિકોના કેન્કુન સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તે જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યો છે.