મહેસાણાઃ ઘર વિહોણા લોકો માટે 152 પથારીની સુવિધા વાળુ શેલ્ટર હોમ 2.50 કરોડના ખર્ચે બનાવશે

એજન્સીના ભાવ આવ્યા હતા. આ બંને એજન્સીના ભાવ ખોલાયા છે. ત્યારે એજન્સી દ્વારા તેના ભાવ મંજૂરી માટે કારોબારી સમિતિમાં મુકવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
 
ઘર

અટલ સમાચાર, ડેસ્ક


રાજ્ય સરકાર દ્વારા દરેક શહેરમાં ઘર વિહોણા લોકોને આશ્રય આપવાના હેતુથી શેલ્ટરહોમ બનાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મહેસાણા શહેરના હૈદરી ચોકમાં 152 પથારીની સુવિધા વાળુ શેલ્ટર હોમ બનાવવા આયોજન કરાયું છે. જેના માટે ટેન્ડર પ્રક્રિયા પ્રસિદ્ધ થયા બાદ તે ભરવાની મુદ્દત પુરી થઈ ગઈ છે અને માત્ર બેજ એજન્સી ટેન્ડર ભરવમાં રસ લીધો છે. હૈદરી ચોક સ્ટાફ કવાર્ટર નજીક 5177 ચોરસ ફુટ એટલે કે 481.14 સ્કવેર મીટર જગ્યામાં આકાર લેનાર શેલ્ટર હોમ બનાવવા માટે ખર્ચ રૂ.2.39 કરોડ અંદાજવામાં આપવામાં આવ્યો છે.

 અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
બાંધકામ શાખાના જવાબદાર અધિકારીના જણાવ્યા પ્રમાણે ટેન્ડર ભરવાની મુદત પૂરી થતાં એજન્સીના ભાવ આવ્યા હતા. આ બંને એજન્સીના ભાવ ખોલાયા છે. ત્યારે એજન્સી દ્વારા તેના ભાવ મંજૂરી માટે કારોબારી સમિતિમાં મુકવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

શેલ્ટર હોમમાં આ સુવિધાઓ હશે

3 હોલ ઘર વિહોણી મહિલાઓ માટે
3 હોલ ઘર વિહોણા પુરુષો માટે
152 બેડ અને લોકરની સુવિધા
cctv કેમેરા
ફાયર સેફટીના સાધનો ગાર્ડન
કિચન, ડાઇનિંગ હોલ, વોશરૂમ