મહેસાણાઃ અજાણ્યા વાહન ચાલકે દીપડાને ટક્કર મારતા મોત, વન વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા
દિપડો

અટલ સમાચાર, ડેસ્ક


મહેસાણા જિલ્લામાં આજે વહેલી સવારે મોઢેરા નજીક આવેલા પોયડા ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે દીપડાને ટક્કર મારી મોત નિપજાવ્યાની ઘટના સામે આવી છે. આ મામલે વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરી રહ્યાં છે.  બસ સ્ટેન્ડથી 100 મીટર અજાણ્યા વાહને દીપડાને ટક્કર મારી દિપડાનું મોત નિપજ્યું હતુ.
  
મહેસાણા જીલ્લાના મોઢેરા વિસ્તારમાં છેલ્લા છ માસ અગાઉ દીપડો દેખાયાના સમાચારો વહેતા થયા બાદ ફોરેસ્ટ વિભાગ પણ તપાસ કરી હતી. એ દરમિયાન જ્યાં દીપડો જોવા મળ્યો ત્યાંથી તેના પગના નિશાન આધારે જેતે સમયે તપાસ કરી હતી, પરંતુ આજ દિન સુધીમાં દીપડો કોઈએ જોયો નહોતો. મોઢેરા ડિવિઝનના વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમને જાણ થતાં ઘટના સ્થળે જઇ તપાસ કરી હતી. બાદમાં પંચનામું કરી દીપડાના મૃતદેહને પીએમ મોઢેરા લાવામાં આવ્યો હતો. જ્યાં સરકારી ડોક્ટરોની ટીમ દ્વારા કામગીરી ચાલુ કરવામાં આવી છે. દીપડો 10થી 12 વર્ષની ઉંમરનો હોવાની વિગતો જાણવા મળી છે. અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ કરીશું.
 


સત્રોએ જણાવ્યુ હતુ કે, આજે વહેલી સવારે દીપડો મૃત હાલતમાં મળી આવતા છ માસ અગાઉ જે દીપડો આવ્યો હતો એજ દીપડો હોવાનું અનુમાન હાલમાં લગાવવામાં આવી રહ્યું છે. હાલમાં મૃત દીપડાના પગના નિશાન પણ અગાઉ આવેલા દીપડાના નિશાન સાથે મેચ થતા હોવાનું હાલમાં અધિકારીઓ જણાવી રહ્યા છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે દીપડો એક બિલાડી કુંભનું પ્રાણી છે જે રાત્રી દરમિયાન જ બહાર આવે છે. કારણ કે, એ શાંત માહોલમાં રહેનાર પ્રાણી માનવામાં આવે .છે એટલે દીપડાઓ રાત્રે જ સક્રિય થતા હોય છે.