મહેસાણાઃ ઉંઝા-જૂનાગઢ એસ ટી બસના ચાલુ બસે પાછળના બે ટાયર નિકળી જતાં હડકંપ
Mon, 13 Jun 2022

સમાચાર, ડોટ કોમ
મહેસાણા સલામત કહેવાતી એસટી બસની સુરક્ષા સામે અનેક સવાલો ઉઠ્યા છે. ઉંઝા એસટી ડેપોની બસનું ચાલુ બસે ટાયર નિકળી જતા અનેક સવાલો ઉઠ્યા છે. ઉંઝા જૂનાગઢ એસ ટી બસના ચાલુ બસે પાછળના બે ટાયર નિકળી ગયા હતા. જો કે સદનશીબે કોઈ જાનહાની થઈ નથી અને મુસાફરોનો આબાદ બચાવ થયો છે. આ બસ ઉંઝાથી જૂનાગઢ જઇ રહી હતી ત્યારે વિરપુર નજીક દુર્ઘટના ઘટી હતી.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ ઘટનાને પગલે બસના ચાલક અને તંડક્ટરના જીવ અધ્ધર થઇ ગયા હતા. આ બનાવને પગલે કોઇ જાનહાની ના થતાં લોકોને હાશકારો મળ્યો હતો.