મર્ડર@મહેસાણાઃ કૌટુંબિક ભાઈએ પ્રેમ સંબંધ રાખવા ઘરે બ્રશ કરતી સગીરાને ધારિયાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી
મોત

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણાના જોટાણા તાલુકાના એક ગામ ખાતે બન્યો હતો. મળતી માહિતી પ્રમાણે આરોપી યુવક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે મહેન્દ્ર રાવળ નામના યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપી મહેન્દ્ર અમૃત રાવળ સંબંધમાં પીડિત યુવતીનો કૌટુંબિક ભાઈ છે.

મહેન્દ્ર મૃતક સગીરાને પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આ મામલે સગીરાને પરિવારે યુવકને ઠપકો પણ આપ્યો હતો. આ વાતનો ખાર રાખીને યુવકે કિશોરી પર હુમલો કરી દીધો હતો. કિશોરી પોતાના ઘરે બ્રશ કરી રહી હતી ત્યારે આરોપીએ તેના પર ધારિયાથી હુમલો કરી દીધો હતો. હુમલામાં કિશોરી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ હતી અને તેણીનું મોત થયું હતું. આ મામલે સાંથલ પોલીસ મથકે આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.


ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી એક તરફી પ્રેમીના ત્રાસના બનાવો વધ્યા છે. બેખોફ થઈને ફરતા આવારા તત્ત્વોને પોલીસનો ડર જ લાગતો નથી તે રીતે જાહેરમાં હત્યા કરતા પણ અચકાતા નથી. 10 દિવસ પહેલાં ખેડાના માતરમાં ભરબજાર વચ્ચે સરાજાહેર આધેડે કિશોરીનું ગળું કાપીને હત્યા કરી હતી. તો વલસાડના ઉમરગામ તાલુકાના દહાડ ગામે ત્રણ આરોપીઓએ ભેગા થઈ ટ્યુશન જતી કિશોરીને પતાવી દીધી હતી.
 

25 ઓગસ્ટે ઉમરગામના દહાડ ગામે એક વિદ્યાર્થીની હત્યા કરવામાં આવી હતી. વિદ્યાર્થીની ટ્યુશન ક્લાસ માટે જઈ રહી હતી ત્યારે ત્રણ યુવકે તેને ઘેરી લીધી હતી. ત્યારબાદ એકાંતનો લાભ લઈ આરોપીઓએ કિશોરીના ગળે છરીના 8 ઘા મારી ક્રૂર હત્યા કરી હતી. પોલીસે આ મામલે 2 આરોપીની ધરપડક કરી છે અને 1 આરોપી ફરાર છે. હાલ પોલીસે નજીકના સીસીટીવી મારફતે આગળની તપાસ હાથ ધરી છે.