સરાહનિય@વિસનગર: દિવાળી પહેલા નૂતન હોસ્પિટલનો મોટો નિર્ણય, તહેવારો દરમ્યાન 24×7 ઇમર્જન્સી સારવાર ચાલુ રહેશે

 
Nutan

અટલ સમાચાર, મહેસાણા

વિસનગર સ્થિત નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલના પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા દિવાળીના તહેવારોને લઈ એક સરાહનીય નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા જાહેર જનતાને દિવાળીના તહેવારમાં આરોગ્યલક્ષી સેવા મેળવવામાં વંચિત ન રહેવું પડે અને કોઈ તકલીફ ના થાય તે માટે કોઈપણ પ્રકારની ઇમર્જન્સી આરોગ્યલક્ષી સેવા 24×7 કલાક મળી રહે તે માટે દરવર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કર્યુ છે.

મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આવેલ નૂતન મેડિકલ કોલેજ & રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલમાં સારી સારવારને કારણે મોટા ભાગે દર્દીઓ ત્યાં સારવાર અર્થે આવે છે. જોકે હવે હોસ્પિટલ દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન 24×7 ઇમર્જન્સી સારવાર ચાલુ રાખવાનો નિયનર કરવામાં આવ્યો છે. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, નૂતન હોસ્પિટલ ખાતે સીઝે્રિયન, ડિલિવરી સહિત તમામ પ્રકારના ઇમર્જન્સી ઓપરેશન સહિત તમામ વિભાગના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા આરોગ્યલક્ષી ઇમર્જન્સી સેવા 24×7 કલાક મળી રહેશે. જોકે મહત્વનું છે કે, આગામી સોમવાર, બુધવાર અને ગુરુવાર (તા.24, 26અને 27 ઓક્ટોબર)ના રોજ નૂતન હોસ્પિટલ ખાતે ફક્ત ઓપીડી બંધ રહેશે. પરંતુ ઇમર્જન્સી સેવા 24×7 કલાક ચાલુ રહેશે. સંસ્થાના યુવા પ્રેસિડેન્ટ પ્રકાશભાઈ પટેલ અને ટ્રસ્ટીગણ દ્વારા જરૂરિયાતમંદ વ્યક્તિએ આરોગ્યલક્ષી સેવાનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.