ઊંઝાઃ 6 જુલાઈએ ઊંઝાથી પોતાન ગામ જવાનું કહી નીકળેલ સગીરા ગુમ થતા, અંતે પોલીસ ફરિયાદ
ઊંઝા

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણા જિલ્લામાં અવાર-નવાર સગીરાઓના અપહરણની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ એક સગીરા એકાએક ગુમ થઈ જતા તેના પરિવારજનોમાં હાલ ચિંતા જોવા મળી રહી છે. સગીરા ઊંઝાથી પોતાના ગામ જવાનું કહીને નીકળી હતી. જે બાદ ગુમ થઈ હતી. ત્યારે હાલમાં પરિવારજનોએ અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
ઊંઝાથી પોતાના ઘરે જવાનું કહી નીકળી હતી

ઊંઝા તાલુકામાં આવેલા એક ગામની 16 વર્ષીય સગીરા તારીખ 6 જુલાઈના રોજ બપોર બાર કલાકે ઊંઝાથી પોતાન ગામ જવાનું કહી નીકળી હતી. જોકે, તે પોતાના ઘરે ન પહોંચતા તેના માતા-પિતાએ સગા સબધીઓ અને આસપાસ તપાસ આદરી હતી. તેમ છતાં સગીરાનો ક્યાંય પતો લાગ્યો ન હતો. આખરે પરિવાર પોલીસને જાણ કરી હતી.
પરિવારે અંતે અપહરણની ફરિયાદ દાખલ કરાવી.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો

​​​​​​​સુત્રોએ જણાવ્યું હતુ કે, ઊંઝા તાલુકાના એક ગામની સગીરા એકાએક ગુમ થઈ જતા સમગ્ર મામલે 8 દિવસ સુધી શોધખોળ કરવા છતાં સગીરા ન મળતા આખરે તેની માતાએ ઊંઝા તાલુકા પોલીસ મથકમાં અજાણ્યો કોઈ ઈસમ લલચાવી, ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ભગાડી ગયાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ કલમ 363 મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.