બ્રેકિંગ@મહેસાણા: 9 ઓક્ટોબરે PM મોદી બેચરાજીમાં સભા કરશે, દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ

 
Mehsana

અટલ સમાચાર, મહેસાણા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ વધી ગયા છે. ત્યારે PM મોદી એકવાર ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તારીખ 09-10 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. PM મોદી દેલવાડા, મોઢેરા, બહુચરાજી, મહેસાણા અને આણંદ ખાતે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદી બહુચરાજીના દેલવાડામાં 9મી ઓક્ટોબરે એક જાહેર સભાને સંબોધશે. પીએમ મોદીના આગામનને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમને લઈને 32 કમિટીઓની રચના કરી દેવામાં આવી છે. 9 ઓક્ટોમ્બરે પીએમ મોદી મહેસાણા જીલ્લાના બહુચરાજીના દેલવાડામાં જાહેરસભા સંબોધશે. પીએમ મોદીના કાર્યક્રમને લઈને 4 હેલિપેડ બનાવવામાં આવશે. આ જાહેર સભા બાદ વડાપ્રધાન મોદી મોઢેરામાં સોલાર વિલિજ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત પીએમ મોદી મોઢેરામાં લાઈટ એન્ડ સાઉન્ડ શૉનું પણ લોકાર્પણ કરશે. જે બાદ પીએમ મોદી મોઢેરામાં કુળદેવી મોઢેશ્વરી માતાજીના દર્શન કરવા જશે.   

દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ

9 ઓક્ટોમ્બરે પીએમ મોદીના હસ્તે મહેસાણાના દૂધસાગર ડેરી પાવડર પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. દૂધ સાગર ડેરી પાવડર પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પીએણ મોદી બહુચરાજી જવા રવાના થશે. બહુચરાજી સ્થિત બહુચરાજી મંદિરના 200 કરોડના નવીન પ્લાનનું લોકાર્પણ પણ પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે.

આ સાથે 10મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આણંદના મહેમાન બનશે. પીએમ મોદી 10 ઓક્ટોબરે આણંદની મુલાકાતે જશે. જ્યાં આણંદના વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં પીએમ મોદી એક જંગી જાહેર સભાને સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈને તૈયારીના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. જિલ્લા ભાજપ સંગઠને તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલમાં PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભાના આયોજન માટે જગ્યા શોધવા પણ તંત્ર કામે લાગી ગયું છે.