મહેસાણાઃ અલગ-અલગ તાલુકાઓમાં રોજગારી મેળવવા ઈચ્છતા લોકો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લામાં આગામી સમયગાળા દરમિયાન અલગ અલગ તાલુકાઓમાં રોજગારી મેળવવા ઈચ્છતા લોકો માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં 12 દિવસમાં 12 જેટલા રોજગાર ભરતી મેળા યોજાશે. જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી દિવસોમાં એટલે કે, 20 જૂનથી 31 જૂલાઈ દરમિયાન જિલ્લાની અલગ અલગ આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓએ માહિતી માટે એક ટોલ ફી નંબર પણ જાહેર કર્યો છે. જેમાં વધુ માહિતી માટે 6357390390 નંબર પર વિગતો મેળવી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે.
અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
22 જૂને પિલવાઈ આઈટીઆઈ ખાતે, 24 જૂને કડી આઈટીઆઈ ખાતે, 29 જૂને ગોઝરીયા આઈટીઆઈ ખાતે, 1 જૂલાઈ મહેસાણા રોજગાર કચેરી, 6 જૂલાઈ જોટાણા આઈટીઆઈ, 8 જૂલાઈ ફલુ આઈટીઆઈ, 13 જૂલાઈ સતલાસણા આઈટીઆઈ, 15 જૂલાઈએ વિસનગર આઈટીઆઈ, 20 જૂલાઈ ખેરાલુ આઈટીઆઈ, 22 જૂલાઈ વડનગર આઈટીઆઈ, 27 જૂલાઈ બેચરાજી આઈટીઆઈ અને 29 જૂલાઈએ ઊંઝા આઈટીઆઈ ખાતે રોજગાર ભરતી મેળો યોજવામાં આવશે.