બ્રેકિંગ@મહેસાણા: ઓક્ટોબરમાં PM મોદીના હસ્તે દૂધસાગરના પાવડર પ્લાન્ટ-બેચરાજીના નવીન રેલવે સ્ટેશનનું લોકાર્પણ થઈ શકે

 
Pm New

અટલ સમાચાર, ડેસ્ક 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 2 દીવસ ગુજરાતમાં છે. તેવામાં હવે ઓક્ટોબર મહિનામાં PM મોદીનો મહેસાણામાં કાર્યક્રમ યોજાય તેવી શક્યતા સેવાઇ રહી છે. ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં PM મોદી ગુજરાત આવી શકે છે. જો સૂત્રોનું માનીએ તો હાલમાં બહુચરાજીની આસપાસ વિશાળ સભા માટે જગ્યા શોધવાનું શરૂ પણ કરી દેવાયું છે. PM મોદીના હસ્તે બહુચરાજી મંદિરના 200 કરોડના વિકાસ પ્લાનનું આગામી મહિને લોકાર્પણ થઈ શકે છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહેસાણાની દૂધસાગર ડેરીનો પાવડર પ્લાન્ટ અને બહુચરાજીના નવીન રેલવે સ્ટેશનનું PM મોદીના હસ્તે લોકાર્પણ થઇ શકે છે. એ સિવાય મોઢેરા સોલર પ્લાન્ટનું પણ લોકાર્પણ થઈ શકે છે. હાલમાં PM નરેન્દ્ર મોદીની વિશાળ જાહેરસભાના આયોજન માટે જગ્યા શોધવા પણ તંત્ર કામે લાગી ગયું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, 19 ઓક્ટોબરના રોજ રાજકોટમાં પણ PM નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. રાજકોટમાં 19 ઓક્ટોબરે PM મોદી જાહેરસભાને સંબોધશે. રૂપિયા 5 હજાર કરોડના વિકાસકાર્યોનું PM મોદી લોકાર્પણ કરશે. આ અંગે PMના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પણ કરી દેવાઇ છે.

નોંધનીય છે કે, PM મોદી આજે અને આવતીકાલે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે તેઓએ આજે સુરતને રૂ. 3400 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટની ભેટ આપી છે. ત્યાર બાદ PM મોદી આજે ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો PM શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. જ્યારે 30 સપ્ટેમ્બરના રોજ અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે PM મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે.