આક્રોશ@વડનગર: મેડિકલ એડમિશનના નિયમોમાં ફેરફારને લઈ વિરોધ, તબીબોએ દેખાવો યોજી રોષ વ્યકત કર્યો

 
Vadanagar 01

અટલ સમાચાર, ડેસ્ક 

વડનગર મેડિકલ કોલેજના PGના વિદ્યાર્થીઓમાં મેડિકલ એડમિશનના નિયમોમાં ફેરફારને લઈ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વાત જાણે એમ છે કે, રાજ્ય સરકારે મેડિકલ એડમિશનના નિયમોમાં ફેરફાર કરતાં કરતાં આ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ વડનગર મેડિકલ કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ સોમવારે દેખાવો યોજી સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો. 

શું છે સમગ્ર મામલો ? 

રાજ્ય સરકારે અગાઉથી કોઈ જ નોટિસ કે જાણ કર્યા વગર ગુજરાતમાંથી જ MBBS પાસ કરનાર વિદ્યાર્થીઓ માટે જે PGમાં 50% બેઠકો પર સ્ટેટ ક્વોટાથી જ એડમિશન મળવાપાત્ર થતાં, તે બેઠકો પર પણ હવે ગુજરાત બહારના રાજ્ય તેમજ વિદેશથી MBBS કરીને આવેલા વિદ્યાર્થીઓ એડમિશન લઈ શકશે એવી જાહેરાત કરાઇ છે. જેને લઇ ગુજરાતમાંથી MBBS કરતા વિદ્યાર્થીઓને અન્યાય થવાનો સૂર ઊભો થયો છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

મહત્વનું છે કે, સ્ટેટ ક્વોટામાં પહેલાં તક મળે તે માટે જ વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી MBBSમાં એડમિશન લેતી વખતે જ ગુજરાતની મેડિકલ કોલેજોને પ્રાથમિકતા આપે છે. જેમાં હવે બહારના રાજ્યોમાંથી MBBS કરેલ વિદ્યાર્થીઓને તેમના રાજ્ય તેમજ ગુજરાત એમ બે રાજ્યોમાં 100% બેઠકો પર એડમિશન લઈ શકશે.

આ તરફ હવે PG મેડિકલના વિદ્યાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી કે, સરકારી ક્ષેત્રે તબીબીસેવા આપેલ ડોક્ટરો માટે આગળ PGમાં એડમિશન લેવા 10% બેઠકો પર "ઇન સર્વિસ" ક્વોટા અનામતરૂપે વર્ષે ઉમેરવામાં આવેલ, પણ બીજી બાજુ તંત્ર દ્વારા છેલ્લા કેટલાય સમયથી મેડિકલ ઓફિસરોની કાયમી નિમણૂંક બંધ કરી દેવાઇ છે. જેથી અત્યારે બહાર પડનારી તેમજ આવનારી ડોક્ટરોની પેઢી આ લાભથી વંચિત રહી જશે.