આક્રોશ@મહેસાણા: 50થી વધુ સોસાયટીના રહીશોએ કહ્યું અશાંત ધારાનો અમલ કરાવો, નહીં તો ચૂંટણીનો બહિષ્કાર
Mehsana

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્ય સરકાર દ્વારા બે કોમ વચ્ચે વૈમનસ્યના વધે એ માટે અશાંત ધારો અમલમાં લાવવામાં આવેલો છે, જેમાં એક કોમનો વ્યક્તિ બીજી કોમના વ્યક્તિને દુકાન કે મકાન ભાડે અને વેચાણ આપી શકે નહીં. આ અશાંત ધારો બહુ સંખ્યક લોકોની ફરિયાદો અને માંગણીઓને ધ્યાનમાં રાખી ગુજરાતમાં અમલમાં લાવવામાં આવેલો છે. પરંતુ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો નથી અને તેના કારણે સ્થાનિક રહીશોનો વિરોધ ઘણા સમયથી ચાલી રહ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર સાંભળતીના હોવાથી મહેસાણા ધોબીઘાટની સોસાયટીના રહીશોએ અશાંત ધારાનો અમલ નહીં તો ચૂંટણીનો બહિષ્કાર કરવાના પોસ્ટર લગાવવાથી મામલો ગરમાયો છે.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ થતો નથી અને આ કારણે એક મકાન લઘુમતિના લોકોને વેચાણ આપ્યા બાદ બાકીના મકાનો સસ્તી કિંમતે વેચવા અન્ય બહુમતી ધરાવતા લોકોને મજબૂર થવું પડે છે. આવી જ સ્થિતિ મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં વારંવાર બને છે અને તેના કારણે ઘણાં લાંબા સમયથી સોસાયટીના રહીશોનો વિવિધ પ્રકારે વિરોધ ચાલે છે. પરંતુ મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર જાણે આંખ મીચામણા કરતુ હોય એ પ્રકારે અશાંત ધારાનો અમલ કરાવતું જ નથી. આ કારણે સ્થાનિક બહુ સંખ્યક લોકોને સસ્તા દરે મકાન વેચવા મજબૂર થવું પડી રહ્યું છે.

Mehsana 01

સૂત્રોએ જણાવ્યું હતું કે, મહેસાણા શહેરમાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી સોસાયટીઓના રહીશોને મકાન વેચવા મજબૂર થવું પડ્યું છે અને તેના જ કારણે સ્થાનિકોમાં ઘણા લાંબા સમયથી રોષ જોવા મળી રહ્યો છે. અશાંત ધારો લાગુ કરવા ભૂતકાળમાં અનેકવાર સ્થાનિક રહીશોએ રેલીઓ કાઢી જિલ્લા કલેક્ટરને આવેદનપત્રો આપવામાં આવ્યા છે અને દેખાવો યોજી અશાંત ધારો લાગુ કરવા જિલ્લા વહીવટ તંત્ર પાસે માંગણી કરી છે. તેમ છતાં અશાંત ધારો લાગુ કરવામાં આવતો ના હોવાથી આખરે મહેસાણા ધોબીઘાટ વિસ્તારની 50થી વધુ સોસાયટીના રહીશોએ ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર ઉગામ્યું છે.

Mehsana 01

ચૂંટણી બહિષ્કારના બેનરો લાગ્યા 

મહેસાણા શહેરના ધોબીઘાટ વિસ્તારમાં આવેલી હરિહર, પંચશીલ, ન્યુ આસોપાલવ, જયવિજય, ચાણક્ય, ધરતી ટાઉનશીપ સહિતની 50થી વધુ સોસાયટીઓના રહીશોએ હવે ચૂંટણીનો વિરોધ નોધાવ્યો છે. આ માટે સોસાયટીઓમાં અશાંત ધારાનો અમલ નહિ તો ચૂંટણીનો બહિષ્કારના બેનરો લગાવી દેવામાં આવ્યા છે. બહુ સંખ્યક રહીશોની સોસાયટીઓમાં અશાંત ધારાના અમલ માટે ચૂંટણી બહિષ્કારના પોસ્ટરોથી મામલો ગરમાયો છે.