ચૂંટણી@મહેસાણા: ખેરાલુથી અપક્ષમાં ચૂંટણી લડશે ગાયક જીગ્નેશ બારોટ, માતાજીએ દર્શન કરી શું કહ્યું ?

 
Jignesh Barot

અટલ સમાચાર, મહેસાણા 

લોક ગાયક જીગ્નેશ બારોટ પણ ચુંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ ખેરાલુમાં અપક્ષમાંથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. લોક ગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટ મહેસાણા જિલ્લાની ખેરાલુ બેઠક પરથી ચૂંટણી લડશે તેવી વાત વહેતી થઇ હતી. જેમાં તેમણે સમર્થન આપ્યું છે. લોક ગાયક જીગ્નેશ બારોટ નું મૂળ વતન ખેરાલુ છે અને તેઓ હાલમાં કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી.  

 જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે જેથી તેમણે ખેરાલુના રોજગાર, ઉદ્યોગ જેવા મુદ્દાઓને લઈ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જીગ્નેશ બારોટ ના ચૂંટણી લડવાના સમાચાર સામે આવતા ખેરાલુ બેઠક પર ભારે રસાકસી થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. જીગ્નેશ બારોટ એ પોતાના કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા. આ દરમિયાન તેમણે ચૂંટણી લડવા વીષે વાત કરતા જણાવ્યુ હતુ કે, ખેરાલુમાં રોડથી લઈ પાણીની અનેક સમસ્યાઓ છે. તેમજ મારા ગામના લોકોની લાગણી હતી. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે, ચૂંટણી લડવાને લઈ પરિવાર અને સાથી કલાકારો સાથે ચર્ચા કર્યા બાદ અપક્ષથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે. મને ખેરાલુ અને સતલાસણાના લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. તેમ પણ અંતમાં જણાવ્યું હતું.