વિદેશ જવાની ઘેલછાઃ અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા મહેસાણાના છ યુવકો પકડાયા

પકડાયેલા છ યુવકો મહેસાણા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યુ છે. અમેરિકન એમ્બેસીએ ગુજરાત પોલીસને  રિપોર્ટ કર્યો છે.
 
અમેરિકા

અટલ સમાચાર, ડેસ્ક


અમેરિકામાં ગેરકાયદેસર પ્રવેશ કરતા છ યુવકો પકડાયા છે. કેનેડા બોર્ડરથી આ યુવકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનુ સામે આવ્યુ છે. પકડાયેલા છ યુવકો મહેસાણા જિલ્લાના વતની હોવાનું જાણવા મળ્યુ છે. અમેરિકન એમ્બેસીએ ગુજરાત પોલીસને  રિપોર્ટ કર્યો છે.

 
 અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો 

મહત્વનું છે કે આ અગાઉ ડિંગુચા ગામના પટેલ પરિવારના ચાર સભ્યો ગેરકાયદેસર રીતે કેનેડા બોર્ડર(Canada Border) દ્વારા અમેરિકા ઘુસવાનો પ્રયાસ કર્યો હતો.વિદેશ જવાની ઘેલછામાં આકરી ઠંડીમાં થીજી જવાથી તેમના મૃત્યુ થયા હતા. તેઓ પણ કેનેડાથી અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરી રહ્યા હતા. પરંતુ તાપમાન ખૂબ જ નીચુ હોવાના કારણે તેઓ ઠંડી સહન કરી શક્યા નહોતા અને થીજી જવાથી તેમનું મૃત્યુ થયું હતું. જે બાદ અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ રોકવા ગુજરાત પોલીસ પણ સક્રિય થઈ હતી.પરંતુ આ ઘટના બાદ એ પ્રતિત થઈ રહ્યું છે કે હજુ પણ ગેરકાયદે અમેરિકામાં (America) પ્રવેશવાની ગુજરાતીઓની ઘેલછા ઓછી નથી થઈ.