મહેસાણાઃ હત્યાના કેસમાં જેલમાં બંધ આરોપીએ લગ્ન માટે કરેલી અરજી કોર્ટે ફગાવી
orig_judgment_

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાના ચલુવાના યુવકની ચોરીની શંકા પગલે 8 માસ અગાઉ હત્યા કરવામાં આવી હતી. આ હત્યામાં સંડોવાયેલા જેલમાં બંધ આરોપીએ મહેસાણા કોર્ટમાં આફ્ટર ચાર્જશીટ વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આરોપીએ લગ્ન માટે કરેલી અરજી કોર્ટે ફગાવી છે.

આ હતો સમગ્ર મામલો
ચલુવાના યુવક જુનેદ ખાન પઠાણની નગ્ન હાલતમાં આઠ માસ પહેલા મંડાલી ગામની સીમમાં નેળીયામાંથી લાશ મળી આવી હતી. યુવકની હત્યા મામલે પોલીસે તપાસ કરતાં ચોરીની શંકા પગલે તેની હત્યા કરાઇ હોવાની વિગતો બહાર આવી હતી. આ મામલે ચલુવા ખાતે રહેતા યુવકના પિતાએ મંડાલીના ત્રણ શખ્સો સામે લાઘણાજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આ ગુનાના આરોપી પૈકી જેલમાં બંધ પરવેજ ખાન પઠાણે મહેસાણા કોર્ટમાં ચાર્જશીટ જમીન માટે અરજ કરી હતી. જામીન અરજી મહેસાણા સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પરેશભાઈ દવેની દલીલો આધારે સેશન કોર્ટે આ કેસના આરોપી દ્વારા લગ્ન માટે મુકેલી પંદર દિવસના વચગાળાના માટેની જમીન અરજ ફગાવી હતી.