મહેસાણાઃ મોલિપુરમાં ભાડાના ખેતરમાં ક્રિકેટ મેચ રમાડવાના અનેક મોટા ખુલાસાઓ થયા

રશિયામાં લોકોને મહેસાણામાં રમાતી મેચને પાલનપુર રાઈડર તરીકે બતાવતો હતો. જ્યારે યુપીના મેરઠમાં રમાતી મેચોને પંજાબ લીગનું નામ આપી રશિયાના લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.

 
મહેસાણા મો

અટલ સમાચાર, ડેસ્ક


મહેસાણાના મોલિપૂર બાદ ઉત્તર પ્રદેશમાં પણ નકલી ક્રિકેટ પર સટ્ટા કાંડ ઝડપાયું છે. મહેસાણાના મોલિપુરમાં ભાડાના ખેતરમાં ક્રિકેટ મેચ રમાડાતી હતી. પરંતુ રશિયામાં બેસેલો મોહંમદ રશિયાના લોકોને મેચ બચાવીને ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતો હતો. યુપીની નકલી ક્રિકેટ લીગમાં પણ મોહંમદ જ સંડોવાયેલો હોવાનું ખૂલ્યુ છે. 
 

મહેસાણા જિલ્લાના મોલિપુર ગામમાં ઝડપાયેલા નકલી ક્રિકેટના તાર હવે રશિયાથી લઈને પાકિસ્તાન સુધી ફેલાયેલા હોવાનું ખુલ્યુ છે. વડનગરના મોલિપુરમાંથી રશિયામાં ક્રિકેટ લીગ સટ્ટો રમાડવાનો કેસ હવે પોલીસ માટે પણ પેચીદો બન્યો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ લીગ સટ્ટામા પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યું છે. રશિયામાં રહેલ મુખ્ય આરોપી આસિફ પાકિસ્તાની નાગરિક હોવાનું ખૂલ્યું છે. આ લીગમાં આરોપી મહંમદ ચાચા, ઇમોફ અને મુખ્ય આરોપી શોહેદ દાવડાનુ નામ ખૂલ્યુ છે, જેઓ રશિયામાં લીગ રમાડતા હતા. જેણે બાદમાં મોલિપુરમા લીગ રમાડવાનું શરૂ કર્યું હતું. 

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
આરોપી શિતાબ એક ક્રિકેટર છે. તે થોડા દિવસ અગાઉ રશિયામાં ક્રિકેટ મેચ રમવા ગયો હતો. જ્યાં તેનો સંપર્ક આસિફ મહંમદ સાથે થયો હતો. આસિફ મહંમદે શિતાબને યુપીમાં આ રીતે ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવાની ઓફર કરી હતી. જેથી શિતાબ યુપી આવ્યાં બાદ તેણે મહેસાણાની પદ્ધતિથી નકલી મેચ રમાડી હતી. જે રશિયામાં લાઈવ કરાતી હતી. નકલી ક્રિકેટનું લાઈવ પ્રસારણ કરાવી આસિફ મહમદ રશિયામાં લોકોને મહેસાણામાં રમાતી મેચને પાલનપુર રાઈડર તરીકે બતાવતો હતો. જ્યારે યુપીના મેરઠમાં રમાતી મેચોને પંજાબ લીગનું નામ આપી રશિયાના લોકો સાથે છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.

આસિફ મહંમદના હાથમાં આઈપીએલનો દોરીસંચાલન હતું. રશિયામાં બેસી તે આખું ઓપરેશન પાર પાડી રહ્યો હતો. જે ગ્રાઉન્ડમાં નકલી મેચ રમાતી હતી, ત્યાનું ભાડું 40 હજાર રૂપિયા આપવામાં આવતું હતું અને અશોક ચૌધરી મેચ રમાંડવાના 30 થી 40 હજાર રૂપિયા શિતાબ ઉર્ફ શબ્બુને આપતો હતો. જેમાં દરેક ખેલાડીને એક દિવસના 400 રૂપિયા આપવામાં આવતા હતા અને સમગ્ર મેચ બનાવટી હતી. મહેસાણાના મોલિપૂર ગામના ખેતરમાં લોકલ ખેલાડી પાસે મેચ રમાડી યુ ટ્યુબમાં લાઈવ પ્રસારણ કરી રશિયામાં આ મેચને મોટી હાઈપ્રોફાઈલ મેચ બતાવી સટ્ટો રમાડવામાં આવતો હતો.