મહેસાણાઃ અર્બન કો-ઓપરેટીવ બેંકમાં 50 જગ્યાની ભરતી, અરજી કરવાની આ છે અંતિમ તારીખ

ઉત્તર ગુજરાતની અગ્રણી શિડ્યુલ્ડ બેન્કની ભરતી માટે ઉમેદવારોની લાયકાત યુજીસી માન્યત ગુજરાતની યુનિવર્સિટીમાંથી M.com, Msc. (સાયન્સ) એમસીએ કે એમબીએ થયેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા માર્કસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
 
b job

અટલ સમાચાર, ડેસ્ક


બેન્કમાં નોકરીની તૈયારી કરી રહેલા અથવા બેન્કમાં કારકિર્દી ઘડવા માગતા ઉમેદવારો માટે મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક  માં 50 જગ્યાની ભરતી બહાર પડી છે. મહેસાણા અર્બન કોઓપરેટીવ બેન્ક દ્વારા 50 ટ્રેઈની ક્લાર્કની ભરતીનું ઓનલાઈન નોટિફીકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંક દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી અને બેન્કના સરનામે અરજી મોકલી શકે છે. બેન્કની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 15-5-2022  છે. આ નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો નીચે ટેબલમાં આપવામાં આવેલી નોટિફીકેશનની લિંક પરથી નોટિફીકેશન વાંચી શકે છે અને સીધા ઓનલાઈન એપ્લિકેશન પણ કરી શકે છે. અરજી કરતા પહેલાં શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ખાસ ચકસાવાની સલાહ છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

ઉત્તર ગુજરાતની અગ્રણી શિડ્યુલ્ડ બેન્કની ભરતી માટે ઉમેદવારોની લાયકાત યુજીસી માન્યત ગુજરાતની યુનિવર્સિટીમાંથી M.com, Msc. (સાયન્સ) એમસીએ કે એમબીએ થયેલા ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીમાં ઓછામાં ઓછા 55 ટકા માર્કસ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
 

આ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા IBPS દ્વારા લેનારી સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી થશે. ઉમેદવારોએ ઓનલાઈન પરીક્ષા આપવાની રહેશે અને ત્યારબાદ મૌખિક ઈન્ટરવ્યૂમાથી સિલેક્ટ કરવામાં આવશે. નોકરીમાં પસંદ થનારા ટ્રેઈની ક્લાર્કને પ્રથમ વર્ષે 14,000, બીજા વર્ષે 15,000 હજાર, ત્રીજા વર્ષ 16,000 પગાર આપવામાં આવશે અને ત્યારબાદ સ્કેલ મુજબ સેલેરી આપવામાં આવશે.

નોકરીની ટૂંકી વિગતો

જગ્યા    50
શૈક્ષણિક લાયકાત    M.com, Msc. (સાયન્સ) એમસીએ કે એમબીએ
પસંદગી પ્રક્રિયા    IBPSની ઓનલાઈન પરીક્ષા અને ઈન્ટરવ્યૂ દ્વારા
અરજી ફી    100 રૂપિયા
અરજી કરવાની અંતિમ તારીખ    15-5-2022