દુર્ઘટનાઃ બહુચરાજી-મોઢેરા વચ્ચે અકસ્માત કાર પલટી જતાં ડ્રાઇવર સિટ પર બેઠેલા યુવકનું કરૂણ મોત

એક કાર પલટી જતા ડ્રાઇવર સિટ પર બેઠેલા યુવકનું મોત થયું છે. મૃતક યુવકનું નામ જીતુ જોશી હોવાનું તેમજ તેની ઉંમર 33 વર્ષ હોવાનું સામે આવ્યું છે.
 
મહેસાણા

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યમાં આજે અકસ્માતના બે બનાવમાં બે યુવકોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણા જિલ્લા અને ધ્રાંગધ્રા હાઇવે પર થયેલા અકસ્માતમાં કુલ બે લોકોએ જીવ ગુમાવ્યો છે. મહેસાણામાં કાર પલટી જતાં યુવકનું મોત થયું છે, જ્યારે ધ્રાંગધ્રામાં બાઇક ચાલકને અજાણ્યા વાહને ટક્કર મારતા તેનું મૃત્યું થયું છે. અન્ય એક અકસ્માતમાં વડોદરામાં સ્કૂટર અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા.

મળતી માહિતી પ્રમાણે મહેસાણાના બહુચરાજી-મોઢેરા વચ્ચે અકસ્માત થયો છે. જેમાં એક કાર પલટી જતા ડ્રાઇવર સિટ પર બેઠેલા યુવકનું મોત થયું છે. મૃતક યુવકનું નામ જીતુ જોશી હોવાનું તેમજ તેની ઉંમર 33 વર્ષ હોવાનું સામે આવ્યું છે.

અકસ્માત બાદ કાર પલટી મારીને બાજુના ખેતરમાં પડી હતી. કારની ઝડપ એટલી હતી કે તે ગુલાટ મારતાં મારતાં ખેતરમાં પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ ઘાયલ થયેલા યુવકને બહાર કાઢીને હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, હૉસ્પિટલ પહોંચે તે પહેલા જ યુવકનું મૃત્યું થયું હતું.