મહેસાણાઃ વીજ કનેક્શન કેબલ તેમજ વીજ મીટરની ચોરી કરી અજાણ્યા ઇસમો ફરાર થયા
ટ્રાંનસફોર્મરને નીચે પાડી તસ્કરો તેમાંથી વીજ કનેક્શનમાં કેબલ તેમજ વીજ મીટરની ચોરી કરી હતી. જેમાં 85 લીટર ઓઇલ અને એલ્યુમિનિયમની કોઈલો તસ્કરો ચોરી રફુચક્કર થયા હતા.
Jun 1, 2022, 16:51 IST

અટલ સમાચાર, ડોટ કોમ
મહેસાણા તાલુકામાં આવેલા હેડુઆ ગામમાં આવેલા વિરમગામ રેલવે ટ્રેક પાસે અજાણ્યા તસ્કરોએ વીજ ટ્રાંનસફોર્મરને નીચે પાડી તસ્કરો તેમાંથી વીજ કનેક્શનમાં કેબલ તેમજ વીજ મીટરની ચોરી કરી હતી. જેમાં 85 લીટર ઓઇલ અને એલ્યુમિનિયમની કોઈલો તસ્કરો ચોરી રફુચક્કર થયા હતા.
બીજી બાજુ તસ્કરો સામેત્રા ગામની સીમમા પણ ચોરી કરી હતી, જેમાં સામેત્રા બાયપાસ રોડથી કરશનપુરા ગામ તરફ જતા ડામરના રોડ પાસેથી ટ્રાન્સફોર્મરમાંથી 130 લીટર ઓઇલ જમીન પર ઢોળી નુકશાન કર્યું હતું, આમ બે સ્થળે તસ્કરોએ ચોરીકરી કુલ 17 હજાર 276 ના મુદ્દામાલની ચોરું કરી રફુચક્કર થયા હતા. આ મામલે હાલમાં મહેસાણ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.