બ્રેકિંગ@મહેસાણા: વિપુલ ચૌધરીના રિમાન્ડ કોર્ટે નામંજૂર કરતાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા, કોર્ટ બહાર અર્બુદા સેના ઉમટી
Vipul

અટલ સમાચાર, ડેસ્ક 

મહેસાણા દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની 800 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ 7 દિવસના રીમાન્ડ પુર્ણ થતાં તેમણે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયા છે. મહત્વનું છે કે, ACBએ મહેસાણા કોર્ટ પાસે વિપુલ ચૌધરીના વધુ 6 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. પણ કોર્ટે  તેણે નામંજૂર કરી હતી. આજે પણ કોર્ટ પરિસરની બહાર અર્બુદા સેનાના કાર્યકરોનો મોટી સંખ્યામાં જમાવડો થયો હતો. 

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

અર્બુદા સેના-અધ્યક્ષ વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવતા આંજણા ચૌધરી સમાજમાં રોષ ભભૂકી રહ્યો છે. ત્યારે એ રોષની અભિવ્યક્તિ માટે સદભાવના યજ્ઞ સંમેલના નામે આજે વિસનગરના વાસણ ગામમાં શક્તિપ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં વિપુલ ચૌધરી હાજર નહોતા પરંતુ વિપુલ ચૌધરીની ગેરહાજરીમાં તેમના સ્થાને પાઘડી મૂકવામાં આવી હતી. આ ઘટના દર્શાવે છે કે, ઉત્તરગુજરાતના આંજણા ચૌધરી સમાજમાં વિપુલ ચૌધરીનું શું મહત્વ છે. 

વિપુલ ચૌધરી સામે ED તપાસ કરશે ? 

આ તરફ હવે વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. વિપુલ ચૌધરી સામે ED તપાસમાં જોતરાઈ શકે તેવા સંકેત મળી રહ્યા છે. કરોડોના શંકાસ્પદ વ્યવહારની ACBએ EDને કરી જાણ કરી છે. વિદેશમાં પણ કરોડોના વ્યવહાર થયાનું તપાસમાં ખુલ્યુ છે. બોગસ કંપની મારફતે થયેલા વ્યવહારોની તપાસ ED કરશે.રજિસ્ટર થયેલી 4 કંપનીઓ અસ્તિત્વમાં જ ન હોવાનું ખુલ્યુ છે.

વિપુલ ચૌધરીનું ઉત્તર ગુજરાતના 7 લાખ મતદારો પર પ્રભુત્વ

આંતરિક રીતે વિપુલ ચૌધરીને ભાજપના સાંસદ ભરસિંહ ડાભીનો પણ સપોર્ટ છે. ચૌધરી સમાજના પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં નિર્ણાયક મતદારો છે. પાટણમાં રાધનપુર ખેરાલુ, મહેસાણા વિસનગર વિજાપુર બેઠક પર અસર કરી શકે. આ વિસ્તારમાં ચૌધરી સમાજના અંદાજે ૭ લાખ જેટલા મતદારો છે.