વિસનગરઃ ઢગલા બન મૃત મરઘા રોડ પર ફેંકી દેવાયા, પશુપાલન ટીમે સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલ્યા

અટલ સમાચાર, ડેસ્ક
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના સવાલા ગામ પાસે રોડ ઉપર એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. જેમાં સવાલા ગામના રોડ નજીક કેટલાક શ્વાન મૃત મરઘાને લઈ દોડતા હોવાની જાણ સવાલા ગ્રામ પંચાયતને થતા વિસનગર પશુપાલન વિભાગ પશુ ચિકિત્સક ડોક્ટર પ્રશાંત પટેલ સહિત જિલ્લા પશુપાલન નાયબ નિયામક ડોક્ટર વિનોદ મકવાણા સહિત સભ્યની ટીમ ઘટના સ્તરે દોડી આવી હતી.
આ બનાવ સ્થળે પહોંચી રોડની બાજુમાં પડેલા મૃત મરઘા પૈકી બે મરઘાના સેમ્પલ લઇ ભોપાલ ખાતે ટેસ્ટિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જ્યારે રોડ ઉપર પડેલા 170 થી વધુ મૃત મરઘાને એકત્રિત કરીને રોડની સાઈડમાં ખાડામાં દાટવામાં આવ્યાં હતા. પશુપાલન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ સવાલા ખાતે મરઘાનો વેપાર કરતાં વેપારી દ્વારા વેપાર માટે આ મરઘા મંગાવ્યા હતા. જોકે, ગાડીનો અકસ્માત થવાથી મરઘા મરી ગયા હતા. આ અકસ્માતમાં મરણ પામેલા મરઘાનું યોગ્ય રીતે નિકાલ કરવાની જગ્યાએ સવાલા ખાતે રોડની સાઈડમાં નાખવામાં આવ્યા હતા.