રિપોર્ટ@મહેસાણા: ગેરકાયદે બાંધકામો - દબાણો એકપણ નથી? પાલિકા દાવો શકે? સૌથી મોટી હકીકત

રાધનપુર રોડ અને મોઢેરા રોડ સાથે કૃષ્ણના ઢાળને ગેરકાયદે બાંધકામ વગરના જાહેર કરી શકશે ચીફ ઓફિસર? 
 
Mehsana palica
એકપણ ગેરકાયદે બાંધકામ કે દબાણ મહેસાણા શહેરમાં નથી એવો દાવો પ્રમુખ કે ચીફ ઓફિસર કરી શકે? 

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા

મહેસાણા નગરપાલિકાના પારદર્શક વહીવટ અને નિષ્પક્ષ કાર્યવાહી બાબતે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં વિકાસની ગતિ તેજ બનતાં બાંધકામ પણ સુપરફાસ્ટ થઈ રહ્યું છે. જેમાં પાલિકાના નિયમો સામે થયેલા અનેક નવા બાંધકામ ભારે સવાલો વચ્ચે આવ્યા છે. અનેક ઠેકાણે કેટલાક બાંધકામ અન અધિકૃત થયા હોવાનો પણ શોરબકોર મચી ગયો છે. આવી સ્થિતિમાં પાલિકાના સત્તાધીશોની ભૂમિકા શંકાસ્પદ બનતી જાય છે. જેના લીધે સૌથી મોટો સવાલ ઉભો થયો છે કે, શું મહેસાણા નગરપાલિકા ગેરકાયદે બાંધકામો કે દબાણો એકપણ નહિ હોવાનો દાવો કરી શકે છે? 

Mehsana nagar palica

મહેસાણા જિલ્લાના હેડક્વાર્ટર મહેસાણા શહેરમાં કોરોના કાળ વચ્ચે વેપાર ધંધામાં જમાવટ આવી છે. જોકે આ જમાવટ વચ્ચે અનેક સ્થળોએ ગેરકાયદેસર બાંધકામ અને અનઅધિકૃત મુદ્દે આંતરિક રાજકારણ બરાબરનું ગરમાયું છે. આટલું જ નહિ ગેરકાયદેસર બાંધકામ કરવા દેવા કે ચુપ રહેવા પાછળ ઈરાદાઓ અને તેમાં થયેલી ભૂમિકાઓ ઉપર સવાલો ઉભા કરવામાં આવતાં ભર શિયાળે ₹વહીવટ" ગરમ બની ગયો છે. વિપક્ષ તરીકે કોંગ્રેસની ભૂમિકા જોઈએ તો કાર્યક્રમો અપાઇ રહ્યા પરંતુ પરિણામ સામે સવાલો છે. જોકે પાલિકામાં સત્તાધીન ભાજપ અને ચીફ ઓફિસર સિવાયના "બજારમાં" ગેરકાયદેસર બાંધકામ હોવા ન હોવા અને તેને અનુબંધ અવાજ વિવિધ પ્લેટફોર્મ ઉપર મૂકાઇ રહ્યો છે. આ બાબતો ભલે આક્ષેપ પૂરતી ગણે તો પણ શું મહેસાણા પાલિકા ચીફ ઓફિસર એકપણ ગેરકાયદેસર બાંધકામ નહિ હોવાનો દાવો કરી શકવા સક્ષમ છે? શું પ્રેસ કોન્ફરન્સ કરી અત્યાર સુધીમાં કેટલા અને કયા દબાણો દૂર કર્યા તે જાહેર કરશે? ગેરકાયદેસર બાંધકામ જાણવા શહેરીજનોને આહવાન કરશે?  કડક દબાણ ઝુંબેશ કેમ શરૂ નથી કરી શકતા? આ તમામ સવાલો જો પારદર્શક વહીવટ હોય તો ઉભા થઇ શકે નહિ. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, પાલિકામાં ભાજપને ભલે હજુ લાંબી પાળી ખેલવાની હોય પરંતુ ચીફ ઓફિસર કેમ નિષ્પક્ષ કાર્યવાહી બતાવતા નથી? ગેરકાયદેસર બાંધકામ કોઈપણ સંજોગોમાં નહિ ચલાવીએ એવી કાર્યવાહી કેમ ચીફ ઓફિસર બતાવી શકતા નથી? મોઢેરા રોડ અને રાધનપુર સહિત કૃષ્ણનો ઢાળ એકપણ ગેરકાયદેસર બાંધકામ કે દબાણ વગરના હોવાની જાહેરાત કરી શકે છે ચીફ ઓફિસર? આ બાબત પાલિકાના પારદર્શક અને નિષ્પક્ષ વહીવટ માટે અત્યંત અગત્યની બની છે.