ઘટના@મહેસાણા: ઇસમોએ મધરાતે પેટ્રોલ પંપના કર્મચારીઓના આંખમાં મરચાની ભૂકી નાંખી લૂંટ કરી
mehsana
પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી મેળવીને આગળની તપાસ હeથ ધરી છે.
 અટલ સમાચાર, ડોટ કોમ

મહેસાણામાં પેટ્રોલ પંપ પર લૂંટની દિલઘડક ઘટના બની હતી. આ આખી ઘટના CCTVમાં કેદ થઇ ગઇ છે. નંદાસણ પાસે હાઈવે પરના પેટ્રોલ પંપ પર ચાર જેટલા લૂંટારુઓ પર એક લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે સીસીટીવી મેળવીને આગળની તપાસ હeથ ધરી છે. બુધવારે રાત્રે ત્રણ વાગ્યે ગણેશ પેટ્રોલ પંપ પર લૂંટની ઘટના ઘટી હતી. જે સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. એક સિલ્વર કલરના સ્પ્લેન્ડર પ્લસ બાઈક પર સવાર થઈ ત્રણ વ્યક્તિઓ આવે છે. જેમાંથી એક વ્યક્તિ પેટ્રોલ પુરાવ્યાં બાદ 5 રૂપિયાની નોટો ફિલર મેનને આપતો નજરે પડી રહ્યો છે. બાદમાં અન્ય એક લૂંટારું 100ની નોટ આપવા જતા ફિલર મેનની આંખમાં પોતાના પેન્ટના ખિસ્સામાંથી મરચાની ભૂકી નાખે છે. ફિલરની આખોમાં મરચાંની ભૂકી નાખતા ફિલર ઓફિસ તરફ ભાગતો સીસીટીવી ફૂટેજમાં દેખાય છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહીં ક્લિક કરો


મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં પેટ્રોલ પંપ પર લૂંટની દિલઘડક ઘટના બની હતી. ફિલર ઓફિસમાં જાય છે ત્યારે અન્ય એક કર્મચારી ઓફિસમાં હાજર હતો. આ બન્ને લોકોએ ઓફિસના દરવાજાને બંધ કર્યો હતો. જોકે, લૂંટ કરવા આવેલા ચાર લુટારુએ લાકડા, બ્લોક અને ઈંટોના રોડા વડે ઓફિસનો દરવાજો તોડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં લૂંટારૂઓ ભેગા મળી મોટા પથ્થરો કાચના દરવાજા ઉપર માર્યા હતા. દરવાજો તૂટી જતા ઓફિસમાં ઘૂસી ચાર લૂંટારૂઓએ પેટ્રોલ પંપના બે કર્મચારીઓને મુઠ માર માર્યો હતો. ત્યારબાદ ઓફિસમાં પડેલા પૈસા ઉઠાવી લુટારુઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા.


સુત્રોએ જણાવ્યું હતુ કે, આ ઘટના રાતે બની હતી જેના કારણે આસપાસના લોકો મદદ માટે આવી શક્યા ન હતા. આ અંગેની ફરિયાદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં પેટ્રોલ પંપની આસપાસ વિસ્તારોમાં પણ લાગેલા સીસીટીવી ફૂટેજ ચેક કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. આ લૂંટમાં મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ,એસઓજી નંદાસણ પોલીસ સહિતની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.