દુર્ઘટના@વિસનગર: માર્ગ પર વીજ વાયર અડી જતાં પૂડા ભરેલી ગાડીમાં આગ, 3 લાખનો માલ ભસ્મીભૂત
visngar

અટલ સમાચાર ડોટ કોમ, વિસનગર

ગત દિવસે બપોરે દસાડા તાલુકાના સુરેલ ગામથી વિસનગર તરફ જતી ગાડી માર્ગ પર ભડભડ સળગવા લાગી હતી. વીજ વાયરથી અચાનક આગ લાગી જોતજોતામાં મુદ્દામાલ ભસ્મીભૂત થઇ ગયો હતો. ઘટનાને પગલે ગામલોકો મોટી સંખ્યામાં એકઠાં થઇ આગ ઉપર કાબૂ મેળવવા દોડધામ કરી હતી. સદનસીબે ડ્રાઈવરનો બચાવ થયો પરંતુ પૂડા અને ગાડી આગમાં ખાખ થઇ જતાં ગાડી માલિકને સરેરાશ 3 લાખથી વધુની નુકશાની આવી છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના સુરેલ ગામે ગઇકાલે એક ટાટા ગાડી ગાયોને માટે પૂડા ભરીને નિકળી હતી. 10 હજારથી વધુ સંખ્યામાં પૂડા ભરીને ગાડી રણમાં વાછરડા દાદાને ધામ જવા નીકળી હતી. જોકે હજુ સુરેલ ગામની હદ પાર કરે તે પહેલાં જ દુર્ઘટના સર્જાઇ હતી. સુરેલથી વિસનગર માર્ગ પર જમીનથી નીચા અંતરે પસાર થતાં વીજ વાયરો અચાનક સ્પાર્ક થતાં ગાડીને તણખાં લાગ્યા હતા. જેના લીધે ગાડીમાં ભરેલા પૂડામા આગ પ્રસરી ગઇ હતી. જોતજોતામાં આગની જ્વાળાઓએ આખી ગાડીને ઝપેટમાં લેતાં ડ્રાઈવર મહેન્દ્ર સિંહ સોલંકી બહાર કૂદી ગયા હતા. આ દરમ્યાન ગામલોકો એકઠાં થઇ આગ ઉપર કાબૂ મેળવવા પ્રયત્ન કર્યો પરંતુ ઘડીવારમા ગાડી અને પૂડા ભસ્મીભૂત થઇ ગયા હતા. 

visngar 1

ઘટના અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરેલના પીરામાથી પસાર થતો માર્ગ વિસનગર જાય છે. આ માર્ગ ઉપર વિજળીના વાયરો પસાર થાય છે પરંતુ થોડાં નીચા અંતરે હોઇ ગાડીને સ્પર્શી જતાં બે તાર ટકરાઇ ગયા હતા. જેનાથી અચાનક સ્પાર્ક થતાં આગનો તણખલો સીધો પૂડા સુધી પહોંચી જતાં આગની જ્વાળાઓ પ્રસરી ગઇ હતી. આ ઘટનાથી ગાડીના ડ્રાઈવર બેચરાજી નજીક કાલરી ગામનાં મહેન્દ્ર સિંહને પૂડાનુ રૂપિયા 17000 અને 2,85000 ની ગાડી સહિત કુલ 3 લાખથી વધુનુ નુકસાન પહોંચ્યું હતું. આગને કારણે વીજલાઇન પણ બેસી જતાં વીજ પ્રવાહ ખોરવાયો હતો.