બિગબ્રેકિંગ@મહેસાણા: મોલમાં કામ કરતી યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો, રિક્ષા ચાલક જ નીકળ્યો હત્યારો

 
Mehsana Murder

અટલ સમાચાર, ડેસ્ક

મહેસાણાનાં વિસનગરના મોલમાં કામ કરતી યુવતીની હત્યા બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ યુવતીની હત્યા ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. મહેસાણા પોલીસની સતત પૂછપરછના અંતે હત્યાનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ વિજય ઠાકોર નામનો શકમંદ રિક્ષા ચાલક જ હત્યારો હોવાનું સામે આવ્યું છે. 

મહેસાણાનાં વિસનગરના વાલમ ગામની દલિત સમાજની દિકરીની હત્યા મામલે મોટી કાર્યવાહી સામે આવી છે. પોલીસ તપાસમાં વિજય ઠાકોર નામનો રિક્ષા ચાલક જ હત્યારો હોવાનું ખૂલ્યું છે. રિક્ષા ચાલકે યુવતીનું ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આ સાથે રિક્ષા ચાલક પાસેથી મૃતક યુવતીનો મોબાઈલ પણ મળી આવ્યો છે. જેને લઈ હવે પોલીસે રિક્ષા ચાલક વિજય ઠાકોરની કરી ધરપકડ

સૂત્રોએ જણાવ્યું હતું કે, ગઈકાલે જ વડગામ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આ મામલે ચીમકી ઉચ્ચારી હતી. જેમાં તાત્કાલિક ધોરણે આરોપીઓને ઝડપી લેવા માંગ કરી હતી. આ સાથે જો તેમ નહીં થાય તો દલિત સમાજ રસ્તા પર ઉતરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.