કાર્યક્રમ@ઊંઝા: પાટણવાડા ગુરુ બ્રાહ્મણ સમાજ 27 પરગણા સંકુલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો
અટલ સમાચાર, ડેસ્ક
આજ રોજ ખોડલ સ્ક્વેર, બીજા માળે, પાટણ રોડ, ઊંઝા ખાતે પાટણવાડા 27 પરગણા ગુરુ બ્રાહ્મણ સમાજ ટ્રસ્ટ આયોજિત પાટણવાડા 27 પરગણા સંકુલનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં મુખ્ય દાતા કનુભાઈ એન.નાગર (વાલમ) વિશેષ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી. કનુભાઈ નાગર અને પરિવાર દ્વારા રીબીન કાપીને સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
દિપ પ્રાગટ્યથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. સ્વાગત ગીત, સ્વાગત પ્રવચન તથા ફૂલહાર અને સાલ ઓઢાડીને ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું. કાર્યક્રમના મુખ્ય મહેમાનો/અતિથી વિશેષ કનુભાઈ એન.નાગર (વાલમ), નટવરભાઈ એ.નાગર (વાલમ), મુકુન્દભાઈ ડી.નાગર (વાલમ), વિઠ્ઠલરાય બી.શ્રીમાળી (બાલીસણા), સુરેશભાઈ પી. ગાંધી (SP) ઊંઝા , સુમીરભાઈ કે. સક્સેના (ઉનાવા), પ્રમુખ/મહામંત્રી, પાટણવાડા બાવન પરગણા ટ્રસ્ટ, પ્રમુખ/મહામંત્રી, પાટણવાડા સમાલ પરગણા ટ્રસ્ટ, પ્રમુખ/મહામંત્રી, પાટણવાડા સો પરગણા ટ્રસ્ટ, વગેરે મહાનુભાવો હજાર રહ્યા હતા.
આ દરમિયાન મહંત વચનદાસ બાપુ તેજાનંદ સ્વામી ગાદી, શંખેશ્વર મહંત લક્ષ્મણદાસ બાપુ વેલ સાહેબની ગાદી, ઊંઝા મહંત મનિષ બાપુ બાલક સાહેબની ગાદી, છઠીયારડા દ્વારા આર્શિવચન પાઠવવામાં આવ્યા હતા.સદર કાર્યક્રમમાં ભોજન દાતા સ્વ. લક્ષ્મીબેન પ્રેમજીભાઈ બાલુરામ ગાંધી, ઊંઝા હસ્તે : નિતીન એસ.ગાંધી, કૃણાલ એસ. ગાંધી, ચા-પાણીના દાતા રમેશભાઈ જેસંગભાઈ શ્રીમાળી, ઊંઝા, શાલના દાતા જગદીશભાઈ નારણદાસ શ્રીમાળી ટુંડાવ., આમંત્રણ કાર્ડના દાતા હર્ષદભાઈ મણીલાલ શ્રીમાળી ટુંડાવ, બેનરના દાતાજયેશભાઈ ગિરીશભાઈ શ્રીમાળી, સુણોક, , ફુલહારના દાતા વિઠ્ઠલભાઈ કે.શ્રીમાળી, ઉનાવા, હોલ શણગારના દાતાબંસીધર રામજીભાઈ શ્રીમાળી ટુંડાવ વગેરે દાતાઓ તથા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમાજના આગેવાનો અને ડો. વિનોદ શ્રીમાળી (સુણોક) સહિતના એ કર્યું હતું.