રીપોર્ટ@મહેસાણા: તાત્કાલિક અસરથી ઐઠોરધામના માર્ગનું સમારકામ કરો, મેઘા પટેલની રજૂઆત

માર્ગ અને મકાનના ઈજનેરો પણ જરા વાહનચાલકોના હિતમાં વિચારે તેવી લોકોમાંગ ઉઠી
 
Mehsana congress

અટલ સમાચાર ડોટ કોમ, મહેસાણા 

મહેસાણા જિલ્લામાં જનતાના વિવિધ પ્રશ્નો માટે સતત અગ્રેસર રહેતા એવા કોંગ્રેસના મહિલા પાંખના વડા મેઘા પટેલની ફરીએકવાર રજૂઆત સામે આવી છે. ઉંઝા નજીક ઐઠોર સહિતના ધામો માટે ખૂબ અગત્યનો રસ્તો ઘણાં સમયથી જર્જરિત હોઈ સમારકામ કરવા તંત્રને જાણ કરી છે. મહેસાણા કલેક્ટરને પત્ર લખી ઉંઝા-ઐઠોર માર્ગને વાહનચાલકોના હિતમાં અને શ્રધ્ધાળુઓ માટે તાત્કાલિક અસરથી રીપેરીંગ/સમારકામ જણાવ્યું છે. ખૂબ લાંબા સમયથી સદર રોડ ઉપર ખાડારાજ વધી જતાં તેમજ જર્જરિત હાલતમાં આવતાં મેઘા પટેલ આખરે જનતાના હિતમાં આગળ આવ્યા છે. 

મહેસાણા જિલ્લાના ઉંઝા તાલુકાના ઐઠોર અને વાળીનાથ ધામ માટે ખૂબ અગત્યનો ઉંઝા-ઐઠોર રોડ રીપેરીંગ કરવાની હાલતમાં છે. માર્ગ મકાનના ઈજનેરોને ધ્યાનમાં છે કે નહિ તે સવાલો વચ્ચે મહિલા કોંગ્રેસના પ્રમુખ મેઘા પટેલે સદર માર્ગ ઉપરના વાહનચાલકોની હિતમાં તંત્રને રજૂઆત કરી છે. મેઘા પટેલે મહેસાણા કલેક્ટરને રજૂઆત પત્ર આપી જણાવ્યું કે, તૂટેલા રોડ અને ખાડાઓ આધુનિક યુગ માટે યોગ્ય નથી આથી ઉંઝા-ઐઠોર રોડના મરામત માટે યોગ આયોજન કરી સામાજીક હિતમાં કામ કરવા પણ સૂચન કર્યું છે.