રીપોર્ટ@મહેસાણા: સિક્સલેન હાઈવેના ઈજનેરો અહિં તમે આરામ કરો? વાહનચાલકોનો રેસ્ટ એરિયા જુઓ

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
પાલનપુર-અમદાવાદ રોડ સંબંધે જે મહેસાણાથી નિકળતો સિક્સલેન હાઈવે વાહનો માટે બરોબર છે પરંતુ વાહનચાલકોના નામે અત્યારે ગંભીર સવાલો ઉભા થયા છે. મહેસાણાથી ઉંઝા જતાં અનેક જગ્યાએ રેસ્ટ એરિયા અને વોશરુમ બનાવ્યા છે પરંતુ શું આ રેસ્ટ એરિયામાં અત્યારે આરામ થાય એવું છે ? હાઈવેના જવાબદાર ઈજનેરો તમે અહિં રેસ્ટ એરિયામાં આજની સ્થિતિએ આરામ કરશો? આરામ તો દૂર બેસવા જવા માટે રેસ્ટ એરિયામાં પ્રવેશ મુશ્કેલ બની ગયો છે કેમ કે તાર ફેન્સિંગને કારણે મુશ્કેલી નથી. વાંચો વાહનચાલકો માટે બેદરકારીનો મહા રીપોર્ટ.
મહેસાણા જિલ્લામાંથી પસાર થતો સિક્સલેન હાઈવે કરોડોના ખર્ચે બનાવ્યો અને આંતરરાષ્ટ્રીય પરિવહન ધોરણોને ધ્યાને રાખીને તૈયાર કર્યો છે. આ હાઈવે ઉપરથી પસાર થતાં વાહનચાલકોને થોડો સમય આરામ/રાહત લેવા રેસ્ટ એરિયા અને પીવાના પાણી તેમજ ટોઈલેટ સહિતની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા કરી ત્યારથી માંડી જાળવણીમાં અવારનવાર ભયંકર બેદરકારી રાખી રહ્યા છે જવાબદારો. અહીંના રેસ્ટ એરિયામાં ઝાડી ઝાંખરા, ગંદકી, પાણીની મુશ્કેલી અને પ્રવેશની મુશ્કેલીને કારણે દેખાવનો રેસ્ટ એરિયા રહ્યો છે. આ બાબતે હાઈવેના ઈજનેર મુકેશ ચૌધરીએ જણાવ્યું કે, થોડા સમય આવારા તત્વોનો પ્રશ્ન હતો એટલે તાર ફેન્સિંગ કરેલ અને અત્યારે વરસાદને લીધે ઝાડી ઝાંખરા થયા પરંતુ જાળવણી માટે સુચના આપીએ છીએ. નીચેના ફકરામાં વાંચો ખરેખર બેદરકારી તો દાખવી જ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, આ હાઈવે જ્યારથી વાહનચાલકો સમર્પિત થયો ત્યારથી ભાગ્યે જ કોઈ વાહનચાલકો અહિં રેસ્ટ એરિયામાં આરામ કર્યો હોય. બીજું કે, પીવાના પાણીની સતત અને સુચારું વ્યવસ્થા રહેતી નથી ત્યારે શું આવારા તત્વોને લીધે રેસ્ટ એરિયાને તાર ફેન્સિંગથી પ્રવેશ મુશ્કેલ બનાવી દેવાનો ? વાહનચાલકો અથવા મુસાફરો પૈકીના વૃધ્ધ, મહિલા અથવા બાળકોને રેસ્ટ એરિયામાં પ્રવેશ કરતાં વાગી જાય તો ? અતિશય ઝાડી ઝાંખરાને લીધે કેવીરીતે રેસ્ટ એરિયામાં આરામ કરી શકાય ? ચોમાસામાં તો વરસાદથી મુશ્કેલી જેવો રેસ્ટ એરિયા કેવીરીતે શાંતિ આપી શકે ? તેવા સવાલના જવાબમાં ઈજનેર મુકેશ ચૌધરીએ જણાવ્યું કે, ડીઝાઈન એ પ્રકારની જ છે એટલે રેસ્ટ એરિયા સુવા માટે નહિ પરંતુ બેસવા માટેની આરામ વ્યવસ્થા ગણાવી હતી.