વડનગરઃ 1000થી 1200 વર્ષ પહેલાનો સોલંકી યુગનો ઐતિહાસિક કિલ્લો મળી આવ્યો

રાજ્યના ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતના વડનગરમાંથી ફરીથી સોલંકી યુગની બુર્જ ઇમારત મળી આવી છે.
 
vadngar

અટલ સમાચાર, ડોટ કોમ

વડનગર પ્રાચીન સમયમાં 7 વાર નષ્ટ પામી પુનઃ ઉભું થયું છે. જેના કારણે, અહીં ધરતીના પેટાળમાં અનેક શાસન અને ધર્મનો ઐતિહાસિક વારસો રહેલો છે. ત્યારે રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વડનગરના ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા શરૂ કરાયેલા ઉતખનન પ્રક્રિયામાં પહેલા રાજ્ય સરકાર બાદ હવે ભારત સરકાર પણ આ ઉતખનન કામગીરીમાં લાગી છે. જે કામગીરી દરમિયાન વડનગરની ઐતિહાસિક ધરોહરમાંથી સમયાંતરે કંઇકને કંઈક અવનવી ચીજ વસ્તુઓ અને સ્ટ્રક્ચર મળી આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલા એક કેપસુલ આકારનું પૌરાણિક સ્ટ્રક્ચર મળી આવતા કુતુહલ જોવા મળ્યું હતુ.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો


રાજ્યના ઐતિહાસિક નગર તરીકે ઓળખાતા ગુજરાતના વડનગરમાંથી ફરીથી સોલંકી યુગની બુર્જ ઇમારત મળી આવી છે. અમરથોળ દરવાજા નજીકથી ઐતિહાસિક કિલ્લો મળી આવ્યો છે. વડનગરમાં પુરાતત્વ વિભાગ ખોદકામ કરી રહ્યું છે ત્યારે ખોદકામમા બુર્જ કિલ્લો મળ્યો આવતા લોકમાં આશ્ચર્ય ફેલાયુ છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અનેક ઐતિહાસિક અવશેષો મળ્યા છે.


 ઐતિહાસિક નગર વડનગરમાં ખોદકામ દરમિયાન પુરાતન વિભાગને પ્રાચીન અવશેષો મળી રહ્યા છે. અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો છે. એટલું જ નહીં, દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ આશરે 1000થી 1200 વર્ષ પ્રાચીન સોલંકી યુગના માનવામાં આવી રહ્યુ છે. શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ જમીનના પેટાળમાં દબાયેલા છે. નોંધનીય છે કે, સોલંકી કાળમાં આવા બુર્જ પરથી સૈનિકો દુશ્મનો પર નજર રાખતા હતા. તેમજ શહેરની સુરક્ષા માટે કોટ પણ બનાવાયા હતા.