રાજનીતિ@પાટણ: મહિલા કોંગ્રેસમાં સવિતાબેન શ્રીમાળીને મળ્યું સ્થાન, પ્રદેશ મહામંત્રીની જવાબદારી સોંપાઈ

 
Savita Ben Shrimali

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાત કોંગ્રેસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ બધાની વચ્ચે હવે પ્રદેશ કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા કોંગ્રેસમાં અનેક મહિલા આગેવાનોને જવાબદારી સોંપી છે. જેમાં રાધનપુરના દિગ્ગજ મહિલા નેતા સવિતાબેન શ્રીમાળીને ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસના મહામંત્રીની જવાબદારી સોંપી છે. 

 

પાટણ જિલ્લા કોંગ્રેસના મહિલા કાર્યકર સવિતાબેન શ્રીમાળી અગાઉ, પાટણ જિલ્લા મહિલા કોગ્રેસ સેવા દળના પ્રમુખ, ગુજરાત પ્રદેશ સેવાદળ કોંગ્રેસના ઇન્સ્ટ્રક્ટર, પાટણ જિલ્લા મહિલા કોગ્રેસ પ્રમુખ, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ-મહામંત્રી અને રાધનપુર નગરપાલિકા કોર્પોરેટર (ટાઉન પ્લાનિંગ ચેરમેન) અને રાધનપુર વિધાનસભાના પ્રભારી જેવા હોદ્દાઓ ઉપર સુપેરે કામગીરી કરી ચૂક્યા છે. 

Congress

સૂત્રોએ જણાવ્યું હતું કે, કોગ્રેસ પક્ષના કાર્યક્રમોમાં અગ્રેસર રહેનાર, પક્ષના પ્રવકતા-વકતા તરીકે નિષ્ઠાપૂર્વક કામ કરનાર રાધનપુર કોગ્રેસના અડગ નિષ્ઠાવાન નેતૃત્વ સંગઠનના માહિર સવિતાબેન શ્રીમાળીને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેનીબેન ઠુમર તથા રાષ્ટ્રીય મહિલા પ્રમુખ નેટા ડિસોઝાએ વિશ્વાસ મુકીને ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસના મહામંત્રી તરીકે નિમણૂંક આપવામાં આવી છે. જેને હાલ તો સવિતાબેન શ્રીમાળીને તેમના સમર્થકો અને કોંગ્રેસ કાર્યકર્તાઑ શુભેચ્છા આપી રહ્યા છે.