ટાઇગર ઇઝ બેક: મહિસાગરમાં દેખાયેલું પ્રાણી વાઘ જ હોવાની પુષ્ટિ
Tue, 12 Feb 2019

અટલ સમાચાર,ડેસ્ક
મહિસાગર જીલ્લામાં તાજેતરમાં વાઘ જોવામાં આવ્યો હોવાનું ચર્ચાએ જોર પકડયુ હતુ. એક શિક્ષકે આ વાધને રસ્તો ઓળંગતા જોતા તેનો ફોટો પાડી વનવિભાગને મોકલી આપતા વનવિભાગ દ્વારા વાઘને શોધવા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ.
સર્ચ ઓપરેશનમાં RFO સહિત વન વિભાગનો 200 કર્મીઓનો કાફલો જોડાયો હતો. વનવિભાગની ટીમને તપાસ દરમિયાન ઝાડ અને જમીન પર વાઘના પંજાના નિશાન મળ્યા હતા હતા. વન વિભાગ તરફથી કડાણા, સંતરામપુર, લુણાવાડાના જંગલોમાંમાં પણ નાઇટ વિઝન કેમેરા લગાવવામાં આવ્યા હતા. આવા જ એક નાઇટ વિઝન કેમેરામાં વાઘ કેદ થઈ ગયો છે.
વન વિભાગ તરફથી વાઘની અન્ય એક તસવીર જાહેર કરીને એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે શિક્ષકે જોયેલું પ્રાણી વાઘ જ હતો. એટલે કે ગુજરાતમાં વાઘ હોવાના સમાચાર પર વન વિભાગે મહોર મારી દીધી છે.