નિવેદન@સુરેન્દ્રનગર: ખનીજ ચોરી મામલે પૂર્વ ધારાસભ્યનો મોટો આરોપ, રાજકીય લોકોની કાર્બોસેલની ખાણો....

 
Rutvik Makvana

અટલ સમાચાર, ડેસ્ક

રાજ્યના સુરેન્દ્રનગરના થાન પંથકમાં ખનીજ ચોરી મામલે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ ખાણ ખનીજ વિભાગ પર ગંભીર આક્ષેપો કર્યા છે. પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ પ્રધાન મંડળ સુધી ખનીજ ચોરીનો લાભ પહોંચતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે એ પણ આક્ષેપ લગાવ્યો છે કે નાના લોકોની ખનીજ ચોરી પકડાય છે, પણ રાજકીય લોકોની કાર્બોસેલની ખાણો ચાલે છે, ત્યાં કોઈ દરોડા પાડવામાં આવતા ન હોવાનો આક્ષેપ કર્યો છે.

રાજકારણ સાથે જોડાયેલા ખનીજ માફિયાઓની ખાણોમાં કાર્યવાહીના નામે માત્ર નાટક કરવામાં આવતા હોવાનોપણ ઋત્વિક મકવાણાએ આક્ષેપ કર્યો છે. પૂર્વ ધારાસભ્યે ગંભીર આરોપો લગાવતા જણાવ્યું કે, રાજકારણ સાથે જોડાયેલા ખનીજ માફિયાઓની ખાણોમાં મજૂરો દટાય અને મોતને ભેટે છે છતાં કાર્યવાહીના નામે નાટક કરવામાં આવે છે.સરકારી તિજોરી પર ખનિજ માફીયાઓ કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડી રહ્યા છે છતાં કાર્યવાહી નથી થતી.