રાજનીતિ@બનાસકાંઠા: PM મોદીની મુલાકાત બાદ જિલ્લા ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, જુઓ લિસ્ટ

 
BJP

અટલ સમાચાર, ડેસ્ક

ગુજરાતમાં 2024 લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં ભાજપના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તમામ શહેર અને તાલુકાના પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવી છે.

BJP

વડાપ્રધાન મોદી બે દિવસ પહેલા જ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. જે દરમિયાન પીએમ મોદીએ અંબાજી મંદિરમાં મા અંબાની પૂજા-અર્ચના કરી હતી. અહીં તેમણે માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. વડાપ્રધાને અંબાજી મંદિરમાં સૌથી મોટા શ્રીયંત્રનું પણ લોકાર્પણ કરીને પૂજા કરી હતી. દાંતા તાલુકાના મંડાલી અને સનાલી ગામના લોકો દ્વારા આદિવાસી લોકનૃત્ય અને આદિવાસી ભજન દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારે પીએમની મુલાકાત બાદ બનાસકાંઠા જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

BJP