માવઠું@ગુજરાત: અંબાલાલની મોટી આગાહી, આ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે
Updated: Apr 10, 2023, 09:46 IST

અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં હવામાન વિભાગ બાદ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અંબાલાલ પટેલે વરસાદની સાથે ગરમીનું જોર વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. મહત્વનું છે કે, રાજ્યના હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કમોસમી વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં 12થી 19 એપ્રિલ વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના હવામાનમાં પલટો આવશે. 12થી 15 એપ્રિલ દરમિયાન ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે. 23થી 28 એપ્રિલે પવન-આંધી સાથે રાજ્યના વિવિધ ભાગમાં વરસાદની શક્યતાઓ છે. આ સાથે એપ્રિલના ત્રીજા અઠવાડિયામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.