દર્દનાક@રાજકોટ: બેકાબૂ કારે બાઇકને અડફેટે લેતા મામા અને 2 ભાણેજના કમકમાટીભર્યા મોત

 
Rajkot Accident

અટલ સમાચાર, ડેસ્ક

જસદણના બાખલવડ ગામ નજીક કારે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે. રાજકોટ-ભાવનગર હાઈવે પર વધુ એક અકસ્માતની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. આ ઘટનાની વિગતો મુજબ રાજકોટ-ભાવનગર હાઈવે પર જસદણના બાખલવડ ગામ નજીક મોડી રાત્રે એક કાર ચાલકે બાઈકને અડફેટે લેતા મામા અને બે ભાણેજના મોત થયા છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે, કાર દ્વારા બાઈકને અડફેટે લેતા બાઈક સાથે મામા અને બંને ભાણેજ નીચે પટકાયા હતા. જેમાં મામા અને એક ભાણેજનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક ભાણેજને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક નજીક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે આજે વહેલી સવારે તેણે પણ સારવાર દરમિયાન જ દમ તોડી દીધો હતો.