ACB@ઉમરગામ: ફરિયાદીની તરફેણમાં ચૂકાદો આપવા લાંચ માંગી, મામલતદાર 5 લાખ લેતા ઝડપાયા

 
Umargam Mamlatdar

અટલ સમાચાર, ડેસ્ક

વલસાડ જિલ્લાના ઉમરગામના મામલતદારને 5 લાખની લાંચ લેતા ACBએ ઝડપી લેતા હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ ફરિયાદી દ્વારા ઉમરગામ મામલતદાર કચેરીમાં જમીનની વારસાઈ કરાવવા માટે અરજી કરવામાં આવી હતી. તે જમીનનો થર્ડ પાર્ટીનો દાવો મામલતદારની કોર્ટમા ચાલી રહ્યો હતો. જે જમીનમાં વારસાઈ કરાવવા તકરારી મેટર બની હતી. જે તકરારી મેટરનો નિકાલ કરવા માટે થર્ડ પાર્ટીનો ચાલી આવતા દાવાનો ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા 5 લાખ રૂપિયાની લાંચ માગવામાં આવી હતી.

વલસાડના ઉમરગામ મામલતદાર અમિત ઝડપિયા 5 લાખની લાંચ લેતા ઝડપાયા છે. વિગતો મુજબ કરારી મેટરનો નિકાલ કરવા માટે થર્ડ પાર્ટીનો ચાલી આવતા દાવાનો ફરિયાદીની તરફેણમાં હુકમ કરવા માટે મામલતદાર દ્વારા 5 લાખની લાંચ માંગવામાં આવતા ફરિયાદી આપવા માગતા ન હતા. જેથી તેમના દ્વારા ACBનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે ફરિયાદના આધારે આજરોજ સુરત રૂરલ ACBની ટીમે લાંચના છટકુ ગોઠવ્યું હતું. 

સૂત્રોએ જણાવ્યું હતું કે, ACBના છટકા દરમ્યાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ઉમરગામ મામલતદાર કચેરી ખાતે ACBએ ગોઠવેલા લાંચના છટકામાં ઉમરગામ મામલતદાર અમિત ઝડફિયા રૂ.5 લાખની લાંચ સ્વીકારી સ્થળ ઉપર પકડાઇ ગયા હતા. આ તરફ હવે આરોપીને સુરત ગ્રામ્ય ACBની ટીમે ઉમરગામ મામતદારને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.