ક્રાઇમ@ભાવનગર: જાહેર રોડ પર છરીના ઘા ઝીંકી આધેડ શખ્સની હત્યા, પોલીસ તપાસ શરૂ
Oct 29, 2023, 15:49 IST
અટલ સમાચાર, ડેસ્ક
ભાવનગરમાં વધુ એક વખત સરાજાહેર હત્યાનો બનાવ બન્યો છે. ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે લુખ્ખાતત્વોને જાણે છુટો દોર મળી ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના ડોન ચોક વિસ્તારમાં જાહેર રોડ પર છરીના ઘા ઝીંકી આધેડ શખ્સની હત્યા કરવામાં આવી હતી.
ભાવનગર શહેરના સુભાષ નગર વિસ્તારમાં રહેતા પ્રકાશ રેલિયા નામના વ્યક્તિ પર અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી હતી.ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની ટીમ અને પોલીસ પહોંચી હતી.અને તપાસ શરૂ કરી હતી. પ્રકાશ રેલિયા નામનો વ્યક્તિ ન્યુઝ પેપર એજન્સીમાં કામ કરકો હતો, હત્યાની જાણ થતાં જ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.