નિર્ણય@ગુજરાત: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મનોજ જોશીને ફરી ગુજરાતી ભવનના અધ્યક્ષ બનાવાયા, જાણો કેમ કરાયા હતા સસ્પેન્ડ

 
Saurashtra University

અટલ સમાચાર, ડેસ્ક

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કૌભાંડની કવિતા લખનાર મનોજ જોશીને ફરી ગુજરાતી ભવનના અધ્યક્ષ બનાવાયા છે. મનોજ જોશીએ એક કૌભાંડ પર કવિતા લખી હતી. આ કવિતા ખુબ વાયરલ થઇ હતી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ખુબ ચર્ચાઓ થઇ હતી. કૌભાંડ પર કવિતા લખવા બદલ મનોજ જોશીને પૂર્વ કુલપતિ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં હતા. જો કે પ્રોફેસર તરીકે પરત લેવાયા બાદ શૈક્ષિક સંઘ દ્વારા તેમને ફરી ગુજરાતી ભવનના અધ્યક્ષ બનાવવા રજૂઆત કરવામાં આવી હતી. જેને લઈને મનોજ જોશીને ફરી ગુજરાતી ભવનના અધ્યક્ષ બનાવાયા છે.

મનોજ જોશીએ આ કૌભાંડ પર લખેલી કવિતા બહાર આવતા જ ચકચાર મચી ગઈ હતી. આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડની ઉચાપત મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્રના વડા સમીર વૈદ્ય ચર્ચામાં હતા, એ સમયે આ કવિતા બહાર આવી હતી. આ કટાક્ષ કવિતા મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કવિ મનોજ જોષીને નોટીસ ફટકારી, હતી અને બાદમાં સસ્પેન્ડ કર્યા હતા. રાજકોટ આત્મીય યુનિવર્સિટીના ભૂતિયા ખાતા કૌભાંડમાં ત્યાગવલ્લભ સ્વામી સહિત ચાર સામે ફરિયાદ નોંધાઈ હતી. આ કૌભાંડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગણિતશાસ્ત્ર વિભાગના વડા અને આઈ.ક્યુ.એ.સીના ડાયરેક્ટર સમીર વૈદ્યનું નામ પણ બહાર આવ્યું હતું.