આયોજન@ગાંધીનગર: ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના પોર્ટલની ટ્રેનિંગમાં ઉમટ્યાં ઉત્પાદકો, ઓનલાઇનની સગવડમાં થયા માહેર

 
Gujarat

અટલ સમાચાર ડોટ કોમ, ગાંધીનગર

રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટીએ ગત વર્ષે લોન્ચિંગ થયેલ ઓનલાઇન પોર્ટલની ઉજવણી સંદર્ભે ટ્રેનિંગનું આયોજન કર્યું છે. જેમાં ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉત્પાદકો ઉમટી પડ્યા હતા. કાર્યક્રમની હાઈલાઈટ્સ મુજબ વિવિધ પ્રોડક્ટના ઉત્પાદકો ઓનલાઇનની પોર્ટલની સગવડ અને સોલ્યુશનમાં માહેર બન્યા છે. જેનાથી ફુડ એન્ડ ડ્રગ્સ એકમને પણ મોટી રાહત મળી રહી છે. 

Gujarat

પાટનગર ગાંધીનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી દ્વારા ઉત્પાદકો માટે અવનવું આયોજન થતું રહે છે. જેના ભાગરૂપે ફરી એકવાર વિશેષ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ ઉત્પાદકોને સમય અને ખર્ચમાં રાહત આપવા ઓનલાઇન પોર્ટલનો સુચારુ ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. ઈમેલ મારફતે રજીસ્ટ્રેશન કરાવેલ ઉત્પાદકો ટ્રેનિંગ સ્થળે એટલી મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા કે, જગ્યા પણ સીમીત બની હતી. આ પછી ફુડ એન્ડ ડ્રગ્સના અધિકારી અને ટેકનિકલ ટીમે ટ્રેનિંગમાં એકસાથે તમામને ખૂબ જ સરળ શૈલીમાં કુલ 4 મુદ્દા ઉપર સમજ આપી હતી. જેમાં આયુડીએમએલ પોર્ટલનુ સોલ્યુશન તેમજ ડીજીટલાઇઝેશન બાબતે જાગૃતિ અને ફાયદાની જાણકારી મહત્વની બની હતી.ટ્રેનિંગ પ્રોગ્રામમાં આયુર્વેદ કમિશનર કે.જે ભટ્ટ, ટેકનિકલ બાબતે આનંદ મહેતા અને પ્રિયંકા શાહ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.