કાર્યક્રમ@સુરત: પોલીસ શહીદ દિવસની ઉજવણી, શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા શહિદ સંભારણા પરેડ

 
Surat

અટલ સમાચાર, ડેસ્ક

સુરતમાં પોલીસ શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત પોલીસ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 21 ઓક્ટોબર 2023 ના રોજ પોલીસ શહીદ દિવસની ઉજવણી કરાઈ હતી. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે “શહિદ સંભારણા પરેડ” કરાઈ હતી. પોલીસ કમિશ્ર્નર અજય કુમાર તોમરના અધ્યક્ષ સ્થાને પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

પોલીસ કમિશનરે કહ્યું કે, 21 ઓક્ટોબર 1959ના દિવસે લદ્દાખમાં અક્સાઈ ચીનમાં ભારતના વીર જવાનો સરહદે પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. ત્યારે ચીને હુમલો કર્યો હતો. ત્યારે તમામ જવાનો શહીદ થયા હતાં. ત્યારથી દર વર્ષે 21 ઓક્ટોબરના દિવસને પોલીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે સમગ્ર વર્ષ દરમિયાન ભારતભરમાં પોલીસના જવાનો શહીદ થાય તેમને આજના દિવસે યાદ કરવામાં આવે છે.

શહીદ જવાનોના નામ વાંચીને પરેડ કરવામા આવે છે. તમામને નામ સંભળાવવામાં આવે છે. પોલીસ 365 દિવસ સુધી કામ કરે છે. પોતાના જીવનની અને સુખ સુવિધાની ચિંતા કર્યા વગર સખત અને સતત કામ કરતાં વીર જવાનોને આજના દિવસે નમન કરીએ છીએ.