ગુજરાતઃ અંબાલાલ પટેલની મોટી આગાહી, 24 તારીખથી આ વિસ્તારમાં માવઠું શરૂ થશે

વારંવાર વાતાવરણના પલટાને કારણે કૃષિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
 
file fhoto

અટલ સમાચાર, ડેસ્ક
 

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ઠંડી અને ત્યાર બાદ કમોસમી વરસાદની શક્યતાને કારણે ખેડૂતો ચિંતીત બન્યા છે. વારંવાર વાતાવરણના પલટાને કારણે કૃષિ પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. રાજ્યમાં લઘુતમ તાપમાનનો પારો ગગડતા કડકડતી ઠંડીનો અહેસાસ લોકો કરી રહ્યા છે. જોકે, સામાન્ય રીતે ગુજરાતમાં ડિસેમ્બર મહિનાના એન્ડમાં વધુ ઠંડી અનુભવાય છે. હાલ ગુજરાતમાં ઉત્તર-પૂર્વ - પૂર્વના પવન ફુંકાઈ રહ્યા છે અને આગામી 24 કલાક દરમિયાન કચ્છમાં કોલ્ડ વેવની આગાહી હવામાન વિભાગે કરી છે. જોકે, 24 કલાક બાદ બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધી જવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

અટલ સમાચારને દૈનિક તમારા મોબાઇલમાં મેળવવા અહિ ક્લિક કરો

હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ અનુમાન વ્યક્ત કર્યું છે કે, દેશના ઉત્તરીય પર્વતીય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 22 ડિસેમ્બરથી 30 ડિસેમ્બરમાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદ થશે. જેની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના પૂર્વ, ઉત્તર, મધ્ય, કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા આપ સમાન બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ થતાં અને અરબસાગરમાંથી ભેજ આવતા જેની અસર ગુજરાતના ભાગોમાં થશે. 23 ડિસેમ્બરથી વાદળો છવાઈ જવાની શક્યતા રહેશે. ધીમે ધીમે વધુ વાદળો છવાતા રાજ્યના ભાગોમાં 24 ડિસેમ્બર બાદ માવઠું થવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ વચ્ચે તાપમાન ઘટવાની શક્યતાને કારણે ઠંડીનો ચમકારો વધશે એટલે કે ઠંડી અને કમોસમી વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે.

નોંધનીય છે કે, સતત બીજા દિવસે અમદાવાદમાં ઠંડીનો પારો ગગડીને 9.2 ડિગ્રી નોંધાયો હતો. બુધવારે મોટાભાગના શહેરના મહત્તમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો વધારો થયો હતો. જેને કારણે ઠંડીનો પારો ગગડવા છતાં અસર વર્તાતી ન હતી. ત્રણથી ચાર દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.