વાતાવરણ@ગુજરાત: આજથી બે દિવસ માવઠાની આગાહી, જાણો ક્યાં-ક્યાં પડશે કમોસમી વરસાદ ?
અટલ સમાચાર, ડેસ્ક
ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડીના ચમકારામાં સતત વધારો થઈ રહ્યો છે. ગાંધીનગરમાં 14.5 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું જ્યારે અમદાવાદમાં 16.6 ડિગ્રીએ સરેરાશ લઘુતમ તાપમાનનો પારો હતો.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આગામી બે દિવસ લઘુતમ તાપમાન 3 ડિગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થશે. અલબત્ત, ત્યારબાદ તાપમાન પાંચ ડિગ્રી સુધી ગગડતાં ઠંડીના ચમકારામાં વધારો અનુભવાશે. ’ અમદાવાદમાં ગત રાત્રિએ સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1 ડિગ્રીનો વધારો થયો હતો. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે બીજી ડિસેમ્બર બાદ અમદાવાદમાં ઠંડીનું જોર વધી શકે છે. દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બર્ન્સને પગલે ગુજરાતના વાતાવરણમાં આગામી બે દિવસ પલટો આવે તેવી સંભવાના છે.
આ તરફ 26 નવેમ્બરે બનાસકાંઠા-પાટણ-ડાંગ- નવસારી-વલસાડ-દમણ-રાજકોટ-જુનાગઢ-મોરબી-ગીર સોમનાથ-કચ્છ- દીવમાં વરસાદની શક્યતા છે. 27 નવેમ્બરના રોજ દાહોદ- છોટા ઉદેપુર-તાપી-ડાંગ-રાજકોટ-જામનગર-જુનાગઢ-અમરેલી-ભાવનગર- મોરબી-ગીર સોમનાથ-બોટાદ-કચ્છમાં ઝાપટા જોવા મળી શકે છે. 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.